સાપે ડંખ માર્યો તો ખેડૂત હાથમાં સાપ લઈ હોસ્પિટલ પહોંચ્યો..!!

0
6

કન્નોજ,તા.૪
ઉત્તરપ્રદેશની કન્નોજ જિલ્લા હોસ્પિટલમાં એ સમયે ભૂકંપ આવી ગયો જ્યારે એક ખેડૂતના હાથમાં કોબરા સાપને લઇ પહોંચ્યા. ખેડૂતે કહ્યું કે તેઓ પોતાના ખેતરની બાજુમાં બનેલા મંદિરમાં સૂતા હતા ત્યારે સાપે તેમને ડંખ માર્યો. ત્યારબાદ તેઓ એ સાપને લઇને જ હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે સાપને હોસ્પિટલ લઇ જવાનું કારણ જણાવ્યું તેને સાંભળી દરેક લોકો હેરાન થઇ ગયા હતા.
પોલીસે જણાવ્યું કે ૫૧ વર્ષના રામકુમાર પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા. આ દરમ્યાન તેઓ બાજુના મંદિરમાં આરામ કરવા જતા રહ્યા હતા. અહીં એક કોબરા સાપે તેમને ડંખ માર્યો. તેઓ સાપને પકડવા માટે ઉભા થયા તો સાપ ભાગવા લાગ્યો. ઘણી મુશ્કેલી બાદ તેમણે આખરે સાપને પકડી લીધો અને તેને લઇ સીધા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા.
હોસ્પિટલમાં રામકુમારને જાતા જ લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. હોસ્પિટલમાં શોર-બકોરની સાથે રીતસરની ધમાચક્કડી મચી ગઇ. ડાકટરે રામકુમારને રોકયા અને તેમને પૂછયું કે તેઓ સાપને લઇ હોસ્પિટલમાં કેમ આવ્યા છે. રામકુમારે જે કહ્યું તે અંગે જાણી દરેક લોકો હેરાન થઇ ગયા.
તેમણે કહ્યું કે પહેલાં જ્યારે પણ તેમના ગામમાં કોઇને સાપ ડંખ મારતો હોસ્પિટલમાં આવ્યા બાદ સારવાર કરતાં પહેલાં તેમને ખૂબ પ્રશ્ન કરાય છે. ડાકટર પૂછે છે કે કેવો હતો સાપ? તેનો શેપ કેવો હતો? તેની સાઇઝ અને રંગ કેવો હતો? આથી તેઓ ડંખ મારેલા સાપને જ સાથે લઇને આવ્યા છે.
હોસ્પિટલના ડાકટર ડીપીએસ તોમરે કહ્યું કે રામકુમારની તરત સારવાર શરૂ કરી દીધી. તેમને એન્ટી સ્નેક બાઇટ ઇન્જેકશન આપવામાં આવ્યું. ડૉકટર્સે કહ્યું કે હાલ તેઓ ખતરામાંથી બહાર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY