ન્યુ દિલ્હી,તા.૧૬
સરકારી સુવિધાઓ માટે હોમ ડિલેવરી માંગનારાઓએ ખોટા સરનામા આપવાના રિપોર્ટ મળતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભડક્યા છે. કેજરીવાલનો આરોપ છે કે કેટલાક લોકો ગંદી રાજનીતિ કરી રહ્યા છે અને આટલી સારી સ્કીમને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લગભગ ૪૦ સરકારી સર્ટિફિકેટની હોમ ડિલેવરીની યોજનાઓ પર કેજરીવાલ પોતે ધ્યાન રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ માન્યુ કે શરૂઆતમાં યોજનાને નબળો પ્રતિસાદ મળ્યો હતો કેયલીક ખામીઓ પણ રહી હતી, પણ આ બધાને ટૂંક સમયમાં સુધારી લેવામાં આવી હતી.
સરકારે જણાવ્યુ હતુ કે ૭૦થી વધુ ફરિયાદો મળી કે જ્યા લોકો હેલ્પલાઈન નંબર પર લોકોએ કોલ કર્યો હતો, પણ ખોટા સરનામાં લખાવ્યા હતા, જ્યારે એક્જીક્યૂટીવ આવા સરનામે પહોંચ્યા તો સરનામુ ખોટુ હતુ ફોન કરતા ઉપાડતા ન હતા.
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કહ્યુ કે મને ખુબજ દુઃખ થાય છે કેટલાક લોકો ગંદી રાજનીતિ માટે આટલી સારી સ્કીમ જે જનતા માટે છે તેને નિષ્ફળ કરવા પ્રયાસો કરી રહ્યા છે. જનતા વિરૂદ્ધ આવું કામ કરવું જાઈએ નહી. કોઈ પણ પાર્ટીની સરકાર જનતા માટે સારુ કામ કરે તેમાં રોડા નાખવા જાઈએ નહી. જનહીતના કામમાં સૌએ સાથે મળી સહયોગ આપવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





