તાપસીએ નવાઝુદ્દીન સાથેની ફિલ્મ નકારી કાઢી..!!

0
12

મુંબઈ,તા.૨૧
પેરેલલ ફિલ્મની અભિનેત્રી ગણાતી અને જુડવા ટુ પછી કમર્શિયલ ફિલ્મોમાં પણ દેખાતી થયેલી અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે એક ફિલ્મ કરવાની ઓફર સવિનય નકારી કાઢી હોવાની માહિતી મળી હતી. પિન્ક પછી નામ શબાના અને જુડવા ટુ કર્યા બાદ તાપસી ટોચની અભિનેત્રીઓની યાદીમાં આવી ગઇ હતી. એની નિકટનાં સૂત્રોએ કહ્યુ કે પોતાની ફિલ્મોની પસંદગી બાબતમાં તાપસી એકદમ સ્પષ્ટ છે. એને કેવી ફિલ્મ કરવી છે અને કોની સાથે કરવી છે એ બાબતમાં એ જરાય બાંધછોડ કરતી નથી. વિશાલ ભારદ્વાજની ફિલ્મ સપના દીદીથી ડાયરેક્ટર તરીકે નસીબ અજમાવનારા કાસ્ટિગ ડાયરેક્ટર હની ત્રેહાને સપના દીદી છોડી દીધી હતી.
ઇરફાન ખાન બીમાર પડતાં સારવાર માટે વિદેશ રવાના થયો હતો અને અહીં દીપિકા પાદુકોણને પણ બેક પેઇન હતું એટલે વિશાલે સપના દીદી મોકૂફ રાખતાં હનીએ એ ફિલ્મ છોડી દીધી હતી. એને બદલે એ નવાઝુદ્દીન સાથે એેક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મની ઓફર તેમણે તાપસીને કરી હતી પરંતુ તાપસીએ સવિનય ના પાડી દીધી હતી. હાલ તાપસી પાસે ત્રણેક સારી ફિલ્મો છે જેમાં સૂરમા, મનમર્ઝિયાં અને મુલ્કનો સમાવેશ થાય છે. ઉપરાંત તાજેતરમાં સુજાય ઘોષે એને અમિતાભ બચ્ચન સાથે એેક ફિલ્મ બદલા માટે સાઇન કરી હતી. પિન્ક પછી એ ફરીવાર આ ફિલ્મમાં મેગાસ્ટાર અમિતાભ સાથે કામ કરશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY