ભાજપને ફટકો : પાર્ટીથી નાખુશ ધારાસભ્ય તેરાશ ગોવાલાએ રાજીનામું આપ્યુ

0
11

ગૌહાટી,તા.૨૪
ભાજપને આસામમાં મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના નિર્ણય અને કાર્યપ્રણાલીથી નાખુશ ધારાસભ્ય તેરાશ ગોવાલાએ મંગલવારે રાજીનામું આપી દીધું છે. તેરાશ ગોવાલા વિધાનસભામાં દુલિયાજાન સીટનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમણે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
ભાજપના સૂત્રોનું કહેવું છે કે સાદિયા સીટ પરથી ભાજપના ધારાસભ્ય બોલિન ચેતિયાને રાજ્ય સરકારની આસામ ગેસ કંપની લિમિટેડ (છય્ઝ્રન્)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરતા તેરાશ ગોવાલા નાખુશ હતા. તેરાશ ગોવાલાએ એવા સમયમાં રાજીનામું આપ્યું છે જ્યારે એક દિવસ પહેલાં સોનોવાલના નેતૃત્વ વાળી સરકારે ભાજપ અને સાથી દળોના ૪૦ ધારાસભ્યો અને નેતાઓને રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં નિયુક્ત કર્યા છે.
તેરાશ ગોવાલાએ કહ્યું કે, “મેં મુખ્યમંત્રીને એક પત્ર મોકલ્યો છે. મને લાગે છે કે હું પોતાના ક્ષેત્રને ન્યાય નથી આપી શકી રહ્યો અને હું કામ કરવામાં સક્ષમ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY