વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી ગયેલા વેપારીએ ઝેરી દવા ગટગટાવી વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

0
4

સુરત, તા.૬
વ્યાજખોરના ત્રાસથી દોરા બનાવવાના વેપારીએ જંતુનાશક દવા પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પણાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાના વરાછા તુલસી શ્યામ સોસાયટીમાં રહેતાં દોરા વેપારી જાદવ દેવરાજભાઈ વિરાણીએ વ્યાજખોર દાનુભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપી પાસેથી બે વર્ષ પહેલા ૧૦ ટકાના વ્યાજે રૂપિયા લીધા હતાં. એક વર્ષ સુધી ફરિયાદીએ વ્યાજ ચૂકવ્યુ હોવા છતાં આરોપીએ રપિયાની માંગણી કરી ત્રાસ ગુજારતા તા.૨૬-૯-૨૦૧૮ના રોજ ફરિયાદીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં રૂપિયાની ઉઘરાણી કરી આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY