બીજા ધોરણમાં ભણતી બાળકી પર નરાધમે દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
47

ન્યુ દિલ્હી,તા.૧૦
દેશના પાટનગર દિલ્હીમાં ફરી એક વખત શરમજનક ઘટના સામે આવી છે. દિલ્હીની એક સરકારી સ્કૂલમાં એક સગીર બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં ગોલ માર્કેટ પાસે એક સરકારી સ્કૂલના કેમ્પસમાં સ્કૂલના જ ઈલેક્ટ્રિશિયને બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે. સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બાળકીના પ્રાઈવેટ પાટ્‌ર્સમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. પોલીસે આરોપી રામ આસરેની ધરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે સ્કૂલ છૂટ્યા પછી આરોપી બાળકીને ભોળવીને સ્કૂલના વોટર પંપ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે તેણે કોઈને કશું જ ન કહ્યું. પરંતુ રાતે તેને બ્લિડિંગ થવા લાગ્યું હતું અને તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે તેની સાથે દુષ્કર્મ થયો હોવાનો ખુલાસો કર્યો હતો. ત્યારપછી આ વિશે પોલીસને માહિતી આપવામાં આવી હતી.
બાળકીએ જણાવ્યું કે, લાલ શર્ટ વાળા અંકલ મને તેમની સાથે લઈ ગયા હતા. જ્યારે પોલીસે સ્કૂલ મેનેજમેન્ટ સાથે વાત કરી અને પૂરતી તપાસ કરી ત્યારે ઈલેક્ટ્રિશિયન રામ આસરેએ દુષ્કર્મ કર્યો હોવાની વાત સામે આવી હતી. ત્યારપછી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY