બેંગ્લુરુ,તા.૨૫
ઉબર ટેકનોલોજી તેના ફૂડ ડિલિવરી બિઝનેસ ઉબર ઈટ્સનેસ્વિગીને વેચી શકે છે. મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણ બંને કંપનીઓ વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે. અગામી થોડા સપ્તાહમાં ડીલ થાય તેવી શકયતા છે. આ અંતર્ગત સ્વિગી, ઉબર ઈટ્સને ટેકઓવર કરીને ઉબરને ૧૦ ટકા શેર આપી શકે છે. સ્વિગીએ ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની કંપની નેસ્પેર્સ અને ચીનની ટેનસેંટ હોલ્ડિગ્સ પાસેથી ૧ અબજ ડોલરનું ફન્દ્દિંગ એકત્રિત કર્યું હતું.
અમેરિકાની કંપની ઉબરે ૨૦૧૭માં ભારતમાં ઉબર ઈટ્સના નામથી ફૂડ બિઝનેસ શરૂ કર્યો હતો. જાકે વધુ વિસ્તાર કરી શકી ન હતી. ઉબર અમેરિકામાં આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. આ કારણે તે હાલ નુકસાનને ઓછું કરવા બાબતે ધ્યાન કેન્ડ્રીત કરી રહી છે. તેના આઈપીઓનું વેલ્યુએશન ૧૨૦ અબજ ડોલર હોઈ શકે છે.
ઉબર ઈટ્સ દેશના ૩૭થી વધુ શહેરોમાં સર્વિસ આપે છે. ૨૦૧૪માં શરૂ થયેલી સ્વિગી ૮૦ શહેરોમાં ૬૦,૦૦૦ રેસ્ટોરન્ટ્સ દ્વારા ફૂડ ડિલિવરી કરે છે. ઝોમેટોની ૧૫૦ શહેરમાં સર્વિસ છે. તેણે ૮૦,૦૦૦ રેસ્ટોરન્ટ્સ સાથે કરાર કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




