મુંબઈ,તા.૧૭
ભારતમાં બેકારીનો રાક્ષસ બિહામણી રીતે ધૂણી રહ્યો છે. તેનો જીવતો જાગતો પુરાવો અહીં જાવા મળ્યો છે. નાના પદ માટે લાખો ડીગ્રી ધારક યુવાનોએ અરજી કરી છે. બાબત છે રેલ્વેની. ભારતીય રેલ્વેમાં સુરક્ષા દળોની ભરતી થઈ રહી છે. ૧૦,૦૦૦ ભરતી માટે ૯૫ લાખથી વધુ અરજીઓ મળી છે. હવે રેલ્વે બોર્ડની પરેશાની એ છે કે આટલા બધા લોકોની પરીક્ષા લેવી કઈ રીતે ?
રેલ્વે સુરક્ષા દળના વડા અરુણકુમાર સિંહના જણાવ્યા પ્રમાણે દેશભરમાં કોન્સ્ટેબલના પદ માટે ૮૬૧૯ અને સબ ઈન્સ્પેકટર માટે ૧૧૨૦ જગ્યાઓ માટે અરજી માંગવામાં આવી છે. આ બન્ને પદ માટે અત્યાર સુધીમાં ૯૫.૫૧ લાખ અરજીઓ મળી છે. આ અરજીઓને નિપટવા કોમ્પ્યુટરની મદદ લેવામાં આવી છે.
કોન્સ્ટેબલ પદમાં ૪૨૧૬ મહિલાઓ અને ૪૪૦૩ પુરૂષો જાઈએ છે. આ માટે ૭૬.૬૦ લાખ અરજીઓ આવી છે. સબ ઈન્સ્પેકટર પદ માટે મહિલાઓની ૩૦૧ જગ્યા અને પુરૂષોની ૮૧૯ જગ્યા માટે ૧૮.૯૧ લાખ અરજીઓ આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



