‘ભારત’ને કારણે લુધિયાનાનાં ૪ ખેડૂતો બન્યા લાખોપતિ

0
31

મુંબઈ,તા.૧૯
‘રેસ-૩’ બાદ સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘ભારત’નાં શૂટિંગને લઇને વ્યસ્ત છે. ફિલ્મનું ઇન્ટરનેશનલ શેડ્યૂલ પૂર્ણ થઈ ચુક્્યું છે. અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મનું શૂટિંગ અત્યારે લુધિયાનામાં થઈ રÌšં છે. કોરિયન ફિલ્મની રિમેક એવી આ હિંદી ફિલ્મને લઇને વિવાદ શરૂ થઈ ગયો છે. એક જૂથે આ ફિલ્મનો વિરોધ કર્યો છે. ફિલ્મનાં શૂટિંગ માટે લુધિયાનામાં વાઘા બાર્ડરનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. આ કારણે અહીંનો સંપૂર્ણ વિસ્તાર ભારત અને પાકિસ્તાનની સરહદનાં રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ કારણે ફિલ્મનાં શૂટિંગ માટે અહીં પાકિસ્તાનનો ઝંડો પણ ફરકાવવામાં આવ્યો છે.
વિરોધ કરનાર જૂથનું કહેવું હતુ કે પાકિસ્તાનનો ઝંડો ભારતમાં ના લગાવવામાં આવે. આ માટે તેમણે સલમાન ખાન વિરુદ્ધ લુધિયાના પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી છે. જા કે પંજાબનાં અમૃતસરમાં વાઘા બાર્ડર હોવા છતા સલમાન ખાનની ટીમે લુધિયાનામાં વાઘા બાર્ડર તૈયાર કરી છે, તેનું કારણ છે કે વાઘા બાર્ડર પર સુરક્ષાનાં કારણોને લઇને બીએસએફ દ્વારા શૂટિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફિલ્મમાં એવા કેટલાક સીન્સ છે જ્યારે એક્ટર્સે બાર્ડર ક્રોસ કરીને પાકિસ્તાનમાં જવાનું હોય છે, જેની પરમિશન બીએસએફ કે પાકિસ્તાની રેન્જર્સ આપી શકે તેમ નહોતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY