પાકિસ્તાનમાં આદિવાસીઓ,દબાયેલા અને કચડાયેલા સમુદાયે સરકાર વિરુદ્ધ જંગ છેડ્યો

0
380

ઈસ્લામાબાદ,તા.૨૩
પાકિસ્તાનમાં ભલે સરહદ પર અવડચંડાઈ કરતુ હોય પરંતુ પાકિસ્તાન અંદરખાને ધીમે ધીમે તૂટી રહ્યુ છે. જેમ ભારતમાં દલિત આંદોલન, અનામત આંદોલન માથુ ઉચકી રÌš છે તેમ પાકિસ્તાનમાં પણ એક આંદોલન ઉભુ થઈ રહ્યા છે જેને ધીમે જનસમર્થન મળી રહ્યુ છે.
પાકિસ્તાનમાં આ ભીડ કોઈ રાજકીય પાર્ટીની નહી પરંતુ એક સામાજિક આંદોલનના મંડાણ છે. આ ભીડમાં પાકિસ્તાન સરકાર સામે છૂપો અસંતોષ સ્પષ્ટ જાઈ શકાય છે. આ આ ભીડનો ચહેરો છે મંજૂર પસ્તીન નામનો યુવાન. સાદી ભાષામાં સમજીએ તો ગુજરાતમાં જેમ પાટીદાર અનામત આંદોલન શરૂ થયુ ત્યારે જે માહોલ સર્જાયો હતો તેવો માહોલ પાકિસ્તાનમાં સર્જાયો છે. મંજૂર પસ્તીને પાકિસ્તાનમાં આદિવાસીઓ, દબાયેલા અને કચડાયેલા સમુદાયનો અવાજ ઉપાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી મંજૂર પસ્તીન પાકિસ્તાનના મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલો છે. આટલી ઝડપી પાકિસ્તાની યુવાનોમાં મંજૂર પસ્તીન એક ઉભરાતા યુવા નેતા તરીકે સામે આવશે તેની કલ્પના પાકિસ્તાનના રાજકીય પંડિતો કે વિશ્લેષકોને પણ ન હતી.
મંજૂર પશ્તીનનુ સમાચાર માધ્યમોમાં ચમકવાની શરૂઆત જાન્યુઆરીમાં થઈ. જ્યારે દક્ષિણી વજિરીસ્તાનમાં રહેનારા એક યુવક નકીબુલ્લાહ મેહસૂદની કરાંચીમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ ગઈ. ૨૪ વર્ષીય મંજૂર પશ્તીન પાકિસ્તાનના યુદ્ધ ગ્રસ્ત વિસ્તાર દક્ષિણી વજીરીસ્તાનમાંથી આવે છે. આ વિસ્તાર પાકિસ્તાની તાલિબાનની મજબૂત પકડ માટે જાણીતો છે.
પશ્તીનની ઓળખ પાકિસ્તાનમાં પછાત અને દબાયેલા કચડાયેલા સમાજની અવાજના રૂપમાં સામે આવી છે. પાકિસ્તાનના બીજા સૌથી મોટા જાતીય સમૂહ પશ્તૂન સતત પોતાની સુરક્ષા, નાગરિક સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY