હું ‘એટેક’ નામની ભરપુર એક્શન ધરાવતી ફિલ્મ આપવાનો છુંઃ જ્હાન અબ્રાહમ

0
26

મુંબઈ,તા.૨૧
અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમે કહ્યુ હતું કે હવે પછી હું જબરદસ્ત એક્શન ધરાવતી ફિલ્મની તૈયારી કરવાનો છું. મારી પરમાણુ તો રિલિઝ થવાની તૈયારી છે. અગાઉ ઢિશૂમ, રાકી હેન્ડસમ અને ફોર્સ ટુ જેવી ફિલ્મો આપી ચૂકેલા જ્હાને કહ્યુ કે હવે એટેક નામની ભરપુર એક્શન ધરાવતી ફિલ્મ હું આપવાનો છું. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝની પહેલી કડી ૨૦૧૯ના જાન્યુઆરીમાં રજૂ કરવાની અમારી યોજના છે. આ એક સાહસકથા ટાઇપની ફિલ્મ હશે. આ ફ્રેન્ચાઇઝને એટેક નામ આપ્યું છે. એની ટીમ તૈયાર છે, સ્ક્રીપ્ટ તૈયાર છે. અમે પૂર્વતૈયારી પણ શરૃ કરી દીધી છે. જો કે એ પહેલાં એની બાટલા હાઉસ ફિલ્મ આવશે. પાટનગર નવી દિલ્હીમાં થયેલા એન્કાઉન્ટર બાટલા હાઉસમાં જ્હાન ટોચના પોલીસ અફસર સંજીવ કુમાર યાદવનો રોલ કરવાનો છે.
બાટલ હાઉસ પૂરી થયા બાદ એ એટેક પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે.ઔઔર એક ફિલ્મના પ્લાનિંંગની વાત કરતાં જ્હાને કહ્યુ કે છેક ૨૦૧૩થી મારા મનમાં સત્યઘટના પર આધારિત એક ફિલ્મ બનાના રમી રહી છે. મારા બેનર તળે બનનારી એ ફિલ્મનું ડાયરેક્શન ઇમ્તિયાઝ અલીનો ભાઇ સાજિદ અલી કરશે. બનાના એક નાનકડી ફિલ્મ છે. તાજેતરના અનુભવો પછી જ્હાને કહ્યુ કે તમને યોગ્ય ભાગીદાર મળવા જાઇએ નહીંતર તમારા કામમાં સતત વિÎનો આવતાં રહે. એને લઇને ફિલ્મે સહન કરવું પડતું હોય છે. મારી એક ઔર ફિલ્મ ડિઝની સાતે સતરા કો શાદી હૈ પણ ઊભી છે.એ ફિલમ પણ સમયસર બનાવવાની અને રિલિઝ કરવાની છે એમ જ્હાને કહ્યુ હતું. એનો એક ડ્રીમ પ્રોજેક્ટ ૧૯૧૧ છે જે ફૂટબાલની રમતની કથા ધરાવે છે. ઢિશૂમ અને ફોર્સની નવી કડી પણ બનાવવાની છે. એની તૈયારી અને યોજના પણ હજુ ઊભી છે. આમ એના બેનર તળે હાલ અડધો ડઝન પ્રોજેક્ટ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY