યુએન,તા.૧૩
સંયુક્ત રાષ્ટ્રની ટોચની માનવાધિકાર સંસ્થામાં ભારત ત્રણ વર્ષ માટે સદસ્ય તરીકે ચૂંટાયું છે. ભારતને એશિયા-પેસિફિક શ્રેણીમાં સૌથી વધુ ૧૮૮ વોટ પ્રાપ્ત થયા છે. ભારતનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી, ૨૦૧૯થી શરૂ થશે. સંયુક્ત રાષ્ટ્રની ૧૯૩ દેશોના સભ્યપદવાળી મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના નવા સદસ્યોની ચૂંટણી કરી હતી. યુએનની મહાસભાના સદસ્ય દેશોએ ગુપ્ત મતદાન દ્વારા કુલ ૧૮ નવા સદસ્યોની ચૂંટણી કરી છે. યુએનએચઆરસીના સદસ્યોએ ગુપ્ત મતદાનમાં ભારતને સૌથી વધુ વોટ આપીને યુએનએચઆરસીના સદસ્ય તરીકે પસંદ કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે યુએનએચઆરસીમાં ચૂંટાવા માટે કોઈપણ દેશને ઓછામાં ઓછા ૯૭ સદસ્ય દેશોના વોટની જરૂર હોય છે. યુએનએચઆરસીમાં એશિયા-પેસિફિક ક્ષેત્રની કુલ પાંચ બેઠકો છે. જેમાં ભારત સિવાય બહરીન, બાંગ્લાદેશ, ફિજી અને ફિલિપિન્સે પોતાનું નામાંકન ભર્યું હતું. પાંચ બેઠકો માટે પાંચ દાવેદાર હોવાથી તમામ ઉમેદવાર દેશોનું બિનહરીફ ચૂંટાવું લગભગ નિશ્ચિત હતું. યુએનએચઆરસીની ચૂંટણી પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ટિવટ કરીને જણાવ્યુ હતુ કે બહરીન, બાંગ્લાદેશ, ફિજી, ભારત અને ફિલિપિન્સે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં એશિયા-પેસિફિક ક્ષેત્રની પાંચ બેઠકો માટે દાવેદારી કરી છે.
યુએનએચઆરસીના નવા સદસ્ય દેશોનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી-૨૦૧૯થી શરૂ થશે અને તેઓ ત્રણ વર્ષ સુધી તેમા કામ કરશે. આ પહેલા ૨૦૧૧થી ૨૦૧૪ અને ૨૦૧૪થી ૨૦૧૭ એમ બે વખત ભારત યુએએચઆરસીના સદસ્ય તરીકે કામગીરી કરી ચુકયું છે. ભારતનો આખરી કાર્યકાળ ૩૧ ડિસેમ્બર-૨૦૧૭ના રોજ સમાપ્ત થયો હતો. નિયમાનુસાર ભારત તાત્કાલિક માનવાધિકાર પરિષદના સદસ્ય તરીકે ચૂંટાવાને પાત્ર ન હતું. કારણ કે ભારત પહેલા પણ બે વખત યુએનએચઆરસીનું સદસ્ય રહી ચુક્વ્યુ છે.
સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ માનવાધિકાર પરિષદમાં ભારતની મોટી જીત થઈ છે. ભારત સૌથી વધુ મતો સાથે સભ્ય બન્યો. આ સાથે ભારત માનવાધિકાર સંસ્થામાં ત્રણ વર્ષ માટે સભ્ય ચુંટાયો છે. ભારતને એશિયા-પ્રશાંત શ્રેણીમાં સૌથી વધારે ૧૮૮ વોટ મળ્યા. ભારતનો કાર્યકાશ પહેલી જાન્યુઆરી ૨૦૧૯થી શરૂ થશે. સંયુક્ત રાષ્ટ્રની ૧૯૩ સભ્યની મહાસભાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના નવા સભ્યો માટે ચૂંટણી કરી હતી.
ગુપ્ત મતદાન દ્વારા કુલ ૧૮ નવા સભ્ય પસંદ કરાયા. પરિષદના સભ્યોએ ગુપ્ત મતદાન કર્યું અને ભારતને સૌથી વધારે વોટ આપીને પરિષદના સભ્ય ચુંટ્યા. પરિષદમાં ચુંટવા માટે કોઈ પણ દેશને ઓછામાં ઓછા ૯૭ વોટની જરૂર હોય છે. એશિયા-પ્રશાંત ક્ષેત્રમા માનવાધિકાર પરિષદમાં પાંચ સીટ છે. જેના માટે ભારત ઉપરાંત બહરીન, બાંગ્લાદેશ, ફિજી અને ફિલીપીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પાંચ બેઠકો માટે પાંચ દાવેદારો હોવાથી તમામ નિર્વિરોધ ચુંટાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





