મેલબર્ન,તા.૨૧
ભારતીય ક્રિકેરટની મોસમ યથાવત છે પરંતુ ભાઇ આ તો માત્ર શરૂઆત છે. કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓને શિયાળાની રાહ જાઇ રહ્યા છેય. માત્ર ભારતીય જ નહી ક્રિકેટ પ્રેમીઓને શિયાળાની રાહ જાઇ રહ્યા છે. જ્યારે વિરાટની સેના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. તમને જણાવી દઇએ કે, ભારતનો આ ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસ ૨૧ નવેમ્બરથી ટી૨૦ મુકાબલાથી શરૂ થશે. પ્રવાસમાં ટીમ ઈન્ડિયા ત્રણ ટી૨૦ અને ત્રણ વનડે મુકાબલા અને ચાર ટેસ્ટ મેચ રમશે.
આ જ પ્રવાસને લઇ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ગત ઘણા દિવસોથી પરેશાન હતો. અને તેણે પોતાની ઇચ્છાથી બીસીસીઆઇને અવગત પણ કરાવ્યા હતાં. બોર્ડે વિરાટ કોહલીની વાત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સામે રાખી હતી. પરંતુ તેનો કોઇ રસ્તો નીકળી રહ્યો ન હતો. પરંતુ સૂત્રોનું માનીએ તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હવે વિરાટ કોહલીની આ માંગને માની લીધી છે.
આ જ સમસ્યાના કારણે ટીમ મેનેજમેન્ટને ખુબ જ ખરીખોટી સાંભળવી પડી હતી અને તેની અસર પણ સાફ રીતે ભારતીય ખેલાડીઓ પર પણ પડી. બાદમાં વિરાટ કોહલીએ માન્યું હતું કે, તેના કારણે ભારતીય ટીમનાં પ્રદર્શન પર ખાસી એવી અસર પડી રહી હતી.
હવે વિરાટ કોહલી પણ કોઇ પણ પ્રકારની લાપરવાહી કરવાના મૂડમાં નથી અને ન તો ટીમ મેનેજમેન્ટ. જાકે, બીસીસીઆઇની પ્રવાસ નિર્ધારણ કમેટીએ આ વખતે પણ ચૂક કરી છે. પરંતુ ઇંગ્લેન્ડમાં ખુબ જ ખરાબ હાલાત થવા છતા બીસીસીઆઇ એક જ પ્રેકિટસ મેચની વ્યવસ્થા કરાવી શકિયું. ટીમ ઈન્ડિયા માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ દિવસની મેચની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વધુ એક અભ્યાસ મેચ માટે તૈયાર થઇ ગયું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





