ન્યુ દિલ્હી,તા.૨૭
ભારત વેલ્થ ક્રિએશન મામલામાં સૌથી રોચક તબક્ક્માંથી પસાર થઈ રહ્યુ છે. નબળો રૂપિયો, મોંઘું ક્રૂડ ઓઈલ અને અર્થવ્યવસ્થાના પડકાર છતાં ઈન્ડિયાની વેલ્થ ક્રિએશન રેટ ઓલટાઈમ હાઈ છે. ભારતના ૮૩૧ લોકો પાસે ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની સંપિત્ત છે અને તે ભારતની કુલ જીડીપીનો એક ચતુર્થાંશ ભાગ છે. ૮૩૧ લોકો પાસે ૭૧૯ અબજ યુએસ ડોલરની સંપિત્ત છે જે ભારતની જીડીપી (૨૮૪૮ યુએસ ડોલર)ના ૨૫ ટકા છે. આ ખુલાસો બાર્કલેજ હુરુન ઈÂન્ડયા રિચ લિસ્ટ-૨૦૧૮એ પોતાના રિપોર્ટમાં કરેલો છે.
પાછલા વર્ષના મુકાબલે અમીરોની આ યાદીમાં ૨૧૪ નવા નામ સામેલ થયા છે અને અનેક ચોંકાવનારા નામોએ પણ યાદીમાં જગ્યા બનાવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત સાતમી વખત આ યાદીમાં પ્રથમ ક્રમે યથાવત છે તો ઓયોના ફાઉન્ડર ૨૪ વષૠય રિતેશ અગ્રવાલ યાદીનું સૌથી યુવા નામ છે. ૮૩૧ લોકોની આ યાદીમાં ૩૦૯ નવા નામ સામેલ થયા છે. એટલું જ નહી એક દશકાથી વેલ્થ ક્રિએશનમાં રાજ કરી રહેલા ટેક્નો અને ફામાર્ સેક્ટરની જગ્યાએ ડિઝિટલ ઈકોનોમી સેક્ટરે પોતાનો દમ બતાવ્યો છે.
બાર્કલેક પ્રાઈવેટ ક્લાઈન્ટના સીઈઓ સત્ય નારાયણ બંસલે કહ્યુ કે ભારતમાં વેલ્થ ક્રિએશન બહુ ઝડપથી આગળ વધી રહ્યુ છે. અહવે સંપિત્ત સંચય કરવામાં બહુ જ ઓછો સમય લાગે છે. સંપિત્ત હવે પરંપરાગત લોકોના હાથમાંથી નીકળીની નવી જનરેશનના હાથમાં જઈ રહી છે. આવનારા ૧૦ વર્ષમાં આપણે જાશુંકે ભારતના યંગ અને આવનારી પેઢી પારિવારિક વ્યવસાયની જગ્યા લઈ રહ્યા છે અને સ્ટાર્ટઅપ હાઉસ બની રહ્યા છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




