ભારતીયની હત્યા કરનાર એમરિકનને ૫૦ વર્ષની સજા

0
110

ન્યૂજર્સી,તા.૭/૩/૨૦૧૮

ગયા વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી અમેરિકામાં ભડકેલી હિંસા દરમિયાન એક ભારતીય ની બારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક વર્ષ પછી આરોપી એડમ પૂરનટન દોશી જાહેર કરવામાં આવ્યો અને અમેરિકી અદાલતે તેને ૫૦ વર્ષની જેલની સજા સંભળાવી છે. ગયા વર્ષે એડમેં ગોળી ચલાવ્યા પછી પોતાની ગુનો કબૂલ કરી લીધો હતો. ભારતીય યુવક શ્રીનિવાસ કુચીભોટલા ની મૌત ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૭ દરમિયાન થયી હતી. ફાયરિંગમાં શ્રીનિવાસ નો મિત્ર આલોક મડસની ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ શૂટિંગ દરમિયાન વચ્ચે આવનાર ઇયાન ગિલોટ નામનો વ્યક્તિ પણ ઘાયલ થયો હતો. અદાલતની સુનાવણી દરમિયાન સાક્ષીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે એડમ પૂરનટન ફાયરિંગ દરમિયાન ચીસો પાડીને કહી રહ્યો હતો કે “મારા દેશમાંથી બહાર નીકળી જાઓ”. આ બંને ભારતથી એમરિકા આવ્યા હતા. થોડા વર્ષો અભ્યાસ કર્યા પછી બંને અમેરિકામાં જ નોકરી કરવા લાગ્યા.

આ ઘટના પછી અમેરિકામાં હાજર ભારતીય અધિકારીઓ દ્વારા સંયુક્ત રાજ્ય અમેરિકા સામે પોતાના નાગરિકોની સુરક્ષા માટે ચિંતા વ્યક્ત કરી છે. જયારે આરોપીને સજા સંભળાવવા આવી રહી હતી ત્યારે શ્રીનિવાસ કુચીભોટલા ની પત્ની સુનામય દુલાલા અદાલતમાં હાજર ના હતી. પરંતુ તેમને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને આશા છે કે આરોપીને સખત સજા આપી અદાલત બીજા લોકો માટે પણ સંદેશ આપશે. તેમને આગળ જણાવ્યું કે આપણે એકબીજા ને સમજવું જાઈએ અને તેમને પ્રેમ કરવું જાઈએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY