ભરૂચ લોકલ ક્રાઈમ દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી લખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો

0
277

ભરૂચ :

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહની દ્રારા જિલ્લામાં દારૂ બંધી માટે ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર સુનિલ તરડે અને પી.એસ.આઈ એસ.એન.દેસાઈ તથા પી.એસ.આઈ કે.જે.ધડુક તથા સ્ટાફના માણસો સાથે મળેલ બાતમીના આધારે ૧,હનીફ ઉર્ફે અન્નું ઈમરાન કરીમશાહ દીવાન રહે, મારવાડી ટેકરો રોટરી કલબ ની પાછળ જ્યારે ૨, જીતેન્દ્ર ઉર્ફે જીતું ડાહ્યાભાઈ ખત્રી રહે, બરાન પુરા ખત્રીવાળનાઓ બન્નેવ પોતાના મકાનમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમીના ના આધારે રેડ કરતાં મકાનોમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવેલ હતી.જેમાં હનીફ ઉર્ફે અન્નું દીવાન પકડાઈ ગયેલ જ્યારે જીતું ખત્રી પોલીસને ચકમો આપી ફરાર થઈ જવા પામેલ. આ રેડમાં હનીફ પાસેથી ઈંગ્લીશ દારૂની કુલ ૯ પેટીઓ બોટલ નંગ ૧૦૮ કિંમત રૂ,૫૪૦૦૦/નો મુદ્દામાલ મળી આવેલ.જયારે જીતુ ખત્રીના પાસે થી દારૂની બોટલ ૭૫૦ મી.લી તથા ૧૮૦ મી.લી ની કુલ બોટલ નંગ ૪૧૪ કિંમત રૂ.૫૪૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જેમાં પોલીસે બંનેવ ઈસમો પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૫૨૨ મળીને કુલે રૂ.૧૦૮૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે પ્રોહીબેશન એક્ટ નો ગુનો દાખલ કરી વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્રારા ભરૂચ સીટીમાં દરોડા પડતાં દારૂ વેચનાર બુટલેગરો માં ફફડાટ ફેલાઈ જાવા પામ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY