પાક સુધરે નહિ ત્યાં સુધી દૂરથી પગે લાગવું જ સારું….!!?

0
7

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલના વડા પ્રધાન ઈમરાન ખાનની શપથવિધિમાં હાજરી આપીને પોતાનું નાક કપાવી ચૂકેલા કાંગ્રેસના નવજોતસિંહ સિદ્ધુની કમાન છટકી ગઈ હોય તેમ લાગે છે.
નવેમ્બર મહિના આવનારી શીખ સંપ્રદાયના દસમા ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જન્મજયંતી સમયે પાકિસ્તાન કરતારપુર સરહદનો રસ્તો શિખ યાત્રાળુઓ માટે ખુલો રાખશે અને શીખ યાત્રાળુઓને વિઝાની પણ જરૂર નહીં પડે તેવી પાકિસ્તાન સરકારની જાહેરાત બાદ સિદ્ધુ પાકિસ્તાન સરકાર અને ઈમરાન ખાનના વખાણ કરતાં થાકતો નથી.
એક તરફ અમેરિકા પાકિસ્તાન પર વધુને વધુ દબાણ લાવી રહ્યું છે ત્યારે ભારતના જ એક પ્રાંતના પ્રધાન દ્વારા પાકિસ્તાનના વખાણ થાય એ ભારતની વિદેશનીતિ માટે ખૂબ જ જોખમી છે. હજુ હમણાં જ પાકિસ્તાનના લશ્કરી વડા કમર બાજવા કાશ્મીરમાં ચાલતા આતંકવાદને વધાવી રહ્યા હતા અને વધુ તાકાતથી કહેવાતા શહીદોનો બદલો લેવા માટે ઉશ્કેરી રહ્યા હતા એવા અરસામાં સિદ્ધુના બયાન ભારતને નુકસાન પહોંચાડી શકે તેમ છે.
ગુરુ નાનક દેવ માત્ર શીખ સંપ્રદાયમાં જ નહીં, પરંતુ હિન્દુ ધર્મના અનેક લોકો માટે આસ્થાનું સ્થાન છે. પંજાબના ગુરુદાસપુરથી ભારતની સરહદ પાર કરતાં જ કરતારપુર ખાતે નાનકદેવે દેહત્યાગ કર્યો હતો. આ સ્થાન પાકિસ્તાનની સરહદ હેઠળ આવે છે. પાકિસ્તાનના માહિતી ખાતાના પ્રધાન ફવાદ ચૌધરીએ જાહેર કર્યું હતું કે પાકિસ્તાન થોડા સમયમાં જ આ ગુરુદ્વારાની યાત્રાનો માર્ગ ભારતીય યાત્રાળુઓ માટે ખુલ્લો મૂકશે. આ જાહેરાત બાદ સિદ્ધુ ઘેલો થઈ ગયો અને ઈમરાન ખાનના વખાણ કરવા લાગ્યો હતો.
ઈમરાન એક ડગલું નહીં, પરંતુ ખૂબ જ લાંબું ચાલ્યો છે અને શાંતિની પહેલ માટે પોતે તેનો ઋણી રહેશે તેવી જાહેરાત પણ કરી નાખી. હવે મુદ્દો એવો છે કે અગાઉ અનેક વખત પાકિસ્તાન આપણી સાથે શાંતિમંત્રણા યોજી ચૂક્યું છે અને સાથે સાથે સરહદ પર આપણા સૈનિકોને હણી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે અલગાવવાદીઓેને મદદ કરી રહ્યું છે. મુંબઈ બોમ્બ ધડાકા કેસના આરોપીઓ, ભારત પર હુમલો કરનારા અનેક આતંકવાદીઓને પનાહ આપીને બેઠું છે ત્યારે તેમની કોઈ પણ વાત પર ભરોસો કઈ રીતે મૂકી શકાય?
વળી જો પાકિસ્તાનની મંછા સાફ હોય તો તેણે સીધી ભારત સરકાર સાથે જ આ અંગે વાતચીત કરવી જાઈએ, પાકિસ્તાની મીડિયામાં છપાયેલા અહેવાલો પ્રમાણે કોઈ રાષ્ટ્રની વિદેશનીતિ તો નક્કી ન જ થાય. સાથે જો સિદ્ધુ સાથે વાત થઈ હોય તો એ પણ વાજબી નથી, કેમ કે ભારત સરકારની પરવાનગી વિના દેશના દુશ્મન રાષ્ટ્રના પ્રતિનિધિ સાથે દેશની નીતિઓને લગતી કોઈ પણ વાતચીત કરી શકાય જ નહીં, પરંતુ સિદ્ધુ તો એવું સમજતો જ નથી. પોતે ઈમરાનની શપથવિધિમાં હાજર રહ્યો હતો અને એ પગલું સાચું હતું એવું સાબિત કરવા માટે હવે તે ઈમરાનના ગુણગાન ગાઈ રહ્યો છે.
વર્ષો સુધી ભારતે હજયાત્રા માટે મુસલમાનોને છૂટ આપી છે, પરંતુ ક્યારેય કોઈ પાકિસ્તાની મુસલમાને ભારતનાં પગલાંને વધાવ્યું છે? ક્યારેય નહીં, કે વિભીષણો કે મિરજાફરો માત્ર ભારતમાં જ પાકે છે, બીજે ક્યાંય નહીં.
ભારતીય જનતાએ હવે આવા મિરજાફરોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે, આવા મિરજાફર કોઈ પણ પક્ષમાં હોય તેમને તેમની ઔકાત દેખાડી દેવી જોઈએ. શીખ પ્રજા તો આમેય સૌથી વધુ દેશપ્રેમી છે, દેશની સેનાને સૌથી વધુ તાકાત શીખ પ્રજાએ જ આપી છે. ક્યારેય આ કોમ રણમેદાનમાં પાછળ પડી નથી, પરંતુ ગુરુ નાનકદેવના નામે તેમને ફોસલાવવાની આ રીત હોય તો આ પ્રજાએ પોતાની રીતે જ સિદ્ધુને જવાબ આપવો જોઈએ, કેમ કે માતૃભૂમિની લાજ કરતાં કોઈ પણ ધર્મ મોટો નથી. ગુરુ નાનકદેવ સદાય આપણા હૈયામાં રહેશે જ. પાકિસ્તાન ન સુધરે ત્યાં સુધી એમને આપણે દૂરથી જ પગે લાગીશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY