શીખ ધર્મગુરૂ ગુરૂનાનક સાહેબની ૫૪૯મી જન્મ જયંતિ પ્રસંગે શહેરના ગોલ્ડનબ્રિજ નજીકના ગુરૂદ્વારા ખાતે વહેલી સવારે શીખ સંપ્રદાયના ધર્મગુરૂઓ તેમજ અનુયાયીઓ દ્વારા ગુરૂનાનક સાહેબની પ્રાર્થના કરી ગુરૂગ્રંથ સાહેબના અખંડ પાઠની સમાપ્તી કરવામાં આવી હતી. ખુલ્લા પંડાલમાં ગુરૂનાનકની વાણીનું કિર્તન તેમની વિચારધારા પર મંતવ્ય અને ગુરૂનાનકની માનવતા માટે કરાયેલી સેવાઓની ચર્ચા અમૃતસર, લુધીયાણાથી આવેલા ધર્મગુરૂઓ દ્વારા કરવામાં આવી હતી.
ગુરૂનાનક સાહેબના જન્મોત્સવની ભરૂચ જિલ્લામાં શીખ સમુદાય દ્વારા રંગેચંગે ઉજવણી કરી હતી. શહેરના ગોલ્ડનબ્રિજ અને લુવારા સ્થિત ગુરૂદ્વારા ખાતે જિલ્લા સહિત અલગ અલગ રાજ્યો માંથી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.અખંડ પાઠ, કિર્તન,ગુરૂગ્રંથ સાહેબની પ્રાર્થના સહિત લંગરના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શીખબંધુઓએ શ્રદ્ધા અને ઉમંગભેર જોડાઈ લ્હાવો લીધો હતો.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







