ભરૂચના નવી વસાહત વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને રેલ્વેમાં નોકરી કરતા કર્મચારીની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના બાળકનું દુપટ્ટા વળે ગળું દબાવી હત્યા કરી પોતે પણ પંખા પર ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવની વાત વાયુવેગે પ્રસરી જતા લોકોને ટોળે ટોળા જામી ગયા હતાં.
બનાવની મળતી માહિતી અનુસાર શહરેની નવી વસાહત વિસ્તારમાં ભળાના મકાનમાં રહેતા અને રેલ્વેમાં સિગ્નલ વિભાગમાં ફરજ બજાવતા સતિષકુમાર ચૌધરીની પત્ની પુષ્પાકુમારી ચૌધરીએ ઘરમાં
કોઈ અગમ્ય કારણોસર પ્રથમ પોતાના બાળક ઇશાંતકુમારનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી જાતે પુષ્પાએ પંખા સાથે ગળીઓ બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.સતીશકુમાર
નોકરીમાં થી પરત આવેલા પતિએ દરવાજો ખોલતા પોતાની પત્નીની ગળેફાંસો ખાધેલી અવસ્થામાં તથા તેના પુત્રની લાશ જોઈ ચોંકી ઉઠ્યા હતા.તથા બુમાબુમ કરી મુકતા આસપાસના રહીશોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા
જોકે સમગ્ર ઘટનાની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી માતા અને બાળકનો મૃતદેહ કબજે લઇ પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે
આપઘાત ના કારણમાં સતિષ ચૌધરીએ જણાવ્યું હતું કે, પુષ્પા કેટલાય દિવસથી ગામ જવાની જીદ કરતી હતી પરંતુ મને નોકરીમાંથી રજા ન મળતી હોવાથી જવાતું નહોતું અને અમારા બંનેવ વચ્ચે ઝઘડો થયો હતો. હાલમાં તો પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસસ ચલાવી રહી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




