ડાંગ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારી વિશ્રામગૃહો, ડાક બંગલા, સરકારી રહેણાંકો વિગેરેના વપરાશ ઉપર નિયંત્રણ મુકાયા

0
11

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ને અનુલક્ષીને ડાંગ જિલ્લામાં સરકારી વિશ્રામ ગૃહો, ડાક બંગલાઓ, સરકારી રહેણાંકો વિગેરેના વપરાશ ઉપર કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર સમગ્ર ડાંગ જિલ્લામાં તા.૩૧/પ/ર૦૧૯ સુધી (૧) તમામ સરકારી વિશ્રામ ગૃહો, ડાક બંગલાઓ, સરકારી રહેણાંક વિગેરેનો ઉપયોગ સત્તા પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ રીતે કરી શકશે નહીં. (ર) કોઇ પણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંકનો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. સરકારી વિશ્રામ ગૃહો, અતિથિ ગૃહો વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક બેઠકો પણ યોજી શકશે નહીં. (૩) ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામ ગૃહ, અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવ્યો હોય, તે મહાનુભાવોને લાવતા-લઇ જતા વાહનને જ સરકારી વિશ્રામ ગૃહ, અતિથિ ગૃહ વિગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકાશે. જો તેઓ એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને કમ્પાઉન્ડમાં રાખી શકાશે નહીં. (૪) એક જ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઇ પણ મહાનુભાવો મતદાર પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ, અતિથિ ગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમનો ઉપયોગ કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ પણ આ જાહેરનામામાં વધુમાં જણાવાયુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY