વેજલપુર ખાતે જય અંબે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૮ યોજાઈ..

0
290

ભરૂચના વેજલપુર વિસ્તારમાં જય અંબે ગ્રુપ અને બી.એન.એસ ગ્રુપ દ્રારા જય અંબે ક્રિકેટ ટુર્નામેન્ટન ૨૦૧૮ યોજાઈ હતી. જેનું સમાપન ગત રોજ સાંજના રાખવામાં આવ્યું હતું.

ભરૂચના નર્મદા નદી કિનારે આવેલ વેજલપુર વિસ્તારમાં અંબાજી પદયાત્રા સંઘ(અંબાજી ગ્રુપ) અને ભરૂચ નવનિર્માણ સંઘ (બી.એન.એસ ગ્રુપ ) દ્રારા નવ યુવાનોમાં ઉત્સાહ વધે અને એક બીજા પ્રત્યે પ્રેમ ભાવના વધે તે હેતું થી જય અંબે ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૮ નું આયોજન તારીખ ૬/૪/૧૮ થી ૮/૪/૧૮ સુધી ટેનિસ બોલ ૧૬ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાંડવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ૩૫ ટીમોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
જેની ફાઈનલ મેચ ગતરોજ દેવ ઈલેવન અને નિખિલેશ ઈલેવન વચ્ચે રમાઈ હતી.જેમાં દેવ ઈલેવન ટીમ દ્રારા જય અંબે ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા જાહેર થઈ હતી.ટુર્નામેન્ટનો ઈનામ વિતરણ સમારોહમાં ભરૂચ ભાજપના ઉપપ્રમુખ અને યુવાનેતા ધર્મેશ મિસ્ત્રી,ભરૂચ નગર પાલિકાના સભ્ય દિપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી, કોંગ્રેસ પાર્ટીના આગેવાન નિકુલ મિસ્ત્રી,એડવોકેટ બાબુ મિસ્ત્રી,અંબાજી ગ્રુપના ભરત મિસ્ત્રી, સહિત મોટી સાંખ્યમાં સમાજના લોકો હજાર રહી વિજેતા થયેલ ટીમના ખેલાડીઓ ને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY