ઈન્ડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપથી આખો ટાપુ ૨૫ સેન્ટીમીટર ખસી ગયો

0
29

જકાર્તા,તા.૧૧
ઈન્ડોનેશિયામાં લોમ્બોક ટાપુ પર તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે મોતને ભેટનારાની સંખ્યા ૩૩૨ પર પહોંચી છે.
જાકે ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે આખો ટાપુ પોતાના મૂળ સ્થાનેથી ૨૫ સેન્ટીમીટર ખસી ગયો છે.
૫ ઓગસ્ટે લોમ્બોક ટાપુ પર રિક્ટર સ્કેલ પર ૭ની તીવ્રતાવાળો ભૂંકપ આવ્યો હતો. એ પછી અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અને કેલફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા ઈમેજિંગ પ્રોજેક્ટના ભાગરુપે આ ટાપુની પોઝિશન ચેક કરવામાં આવી હતી.
જેમાં બહાર આવ્યુ છે કે ભૂકંપ બાદ ડાબી તરફ ટાપુ ૨૫ સેન્ટીમીટર જેટલો ખસી ગયો છે. ભૂકંપ બાદ આ ટાપુ પર હજી આફ્ટરશોક્સ મહેસૂસ થઈ રહ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY