અમેરિકામાં ૭૩ વર્ષ બાદ પાયલોટના અવશેષની દફનવિધિ કરાઈ

0
12

વાશિંગ્ટન,તા.૧૧
બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન માર્યા ગયેલા પાયલોટના અવશેષની ૭૩ વર્ષ બાદ દફનવિધિ થઈ છે.
અમેરિકાના નેબ્રાસ્કા રાજ્યના રહેવાસી ફ્લાઈટ ઓફિસર રિચર્ડ લેન ૧૯૪૪માં શહિદ થયા હતા. તેમના પરિવારજનોનુ માનવુ હતુ કે તેમનો મૃતદેહ દક્ષિણ પૂર્વ નેબ્રાસ્કાના ફિલી નામના સ્થળ પર દફન કરાયો છે.
તેઓ દર વર્ષે મેમોરિયલ ડેના દિવસે આ સ્થળે અંજલિ આપવા માટે પણ જતા હતા. જાકે હાલમાં જ તેમને ખબર પડી હતી કે આ સ્થળે જે અવશેષ દફનાવાયા છે તે રિચર્ડ લેનના નથી.
સેનાએ ભૂલથી અન્ય કોઈના અવશેષ મોકલી દીધા હતા. હકીકતમાં રિચર્ડ લેનના મૃતદેહને બેલ્જિયમના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો.
એ પછી લેનનના પરિવારને બેલ્જિયમના કબ્રસ્તાનમાંથી અવશેષ મોકલવામાં આવ્યા હતા. જેને ફરી અંતિમ સંસ્કાર કરીને દફનાવવામાં આવ્યો હતો.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY