આૅડિશા : ‘ફાની’ વાવાઝોડાના કારણે ૧૬નાં મોત, ૧ કરોડ લોકો થયા પ્રભાવિત

0
5

ભૂવનેશ્વર,તા.૫
ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને ૧૬ થયો છે. ઓડિશાના આશરે ૧૦,૦૦૦ ગામડા અવને ૫૨ શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે. આ વાવાઝોડાના કારણે આશરે ૧ કરોડો લોકો પ્રભાવિત થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં ૪, પુરી અને ભુવનેશ્વરમાં ૩ અને કિયોઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યકિતનું મૃત્યુ થયુ છે.
હવામાન વિભાગ મુજબ ફાની સામાન્ય વાવાઝોડા કરતાં વધારે શકિતશાળી હોવાનું કયાસ છે. શુક્રવારે ફાની પુરીના કાંઠે ત્રાટકિયું હતું. ઉનાળામાં ઉદભવતા ચક્રાવાતમાં ફાની દુર્લભમાં અતી દુર્લભ વાવાઝોડું ગણવામાં આવે છે. પાછલા ૧૫૦ વર્ષમાં આવેલા વાવાઝોડામાં સૌથી શકિતશાળી ફાની છે.અધિકારીઓએ આપેલી માહિતી મુજબ ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાના કારણે શુક્રવારે પુરીમાં ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. ફાની બંગાળ પર ત્રાટકિયું એ પહેલાં ઓડિશામાં અનેક ઘરોના છાપરા ઉડાડતું ગયું હતું જ્યારે તેના કારણે અનેક ઘર નષ્ટ થઈ ગયા હતા. અગાઉ ઓડિશામાં સુપર સાયક્લોન ત્રાટકિયું હતું જેના કારણે ૧૦,૦૦૦ હજાર લોકોનાં મોત થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY