રાજપીપલા ની બ્રાઇટ સ્કૂલ દ્વારા ટાઉન હોલ ખાતે વાર્ષિક કાર્યક્રમ ની ઉજવણી 

0
149

રાજપીપલા: રાજપીપલા ની બ્રાઇટ સ્કૂલ ના સંચાલકો દ્વારા મંગળવારે વાર્ષિક કાર્યક્રમ ઉજવાયો હતો જેમાં શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓ એ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે પોતાના બાળકો ની કૃતિઓ નિહાળવા ટાઉન હોલ ખાતે વાલિયો પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

વાર્ષિક કાર્યક્રમ માં શાળા ના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજુ કરવામાં આવી જેમાં દેશભક્તિ ,જુના ફિલ્મી ગીતો ,જનજાગૃતિ બાબતેના નાટકો ,મિમિક્રી સહિતની અલગ અલગ કૃતિઓ રજુ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ પટેલ ,કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે હેતલબેન પટેલ અને કોરિયોગ્રાફર તરીકે બાર્બી બારોટે તમામ ભાગ લેનાર બાળકોને તૈયારી કરાવી હતી અને સ્કૂલ ના શિક્ષકો પણ ઉત્સાહભેર મદદરૂપ થયા હતા .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY