બિકાનેર,તા.૧૧
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા રાજસ્થાનના બીકાનેરમાં કથિત જમીન ગોટાળાની તપાસ અંગે મંગળવારે જયપુરમાં ઇડી સમક્ષ હાજર થશે. અધિકારીઓએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. વાડ્રાની માં મોરીન પણ મંગળવારે જયપુરમાં ભવાની સિંહ રોડ ખાતેની ઇડીની સ્થાનીક ઓફીસમાં સવારે ૧૦ વાગ્યે હાજર થશે. વાડ્રા અને તેમનાં માં સોમવારો બપોરે જયપુર હવાઇ મથક ખાતે પહોંચ્યા હતા.
જા વાડ્રા મંગળવારે ઇડી સમક્ષ રજુ થાય છે તો તેઓ આ તપાસ એજન્સી સામે ચોથી વખત હાજર રહેશે. ગત્ત ત્રણ વખત તેઓ બિનકાયદેસર રીતે વિદેશમાં સંપત્તીની ખરીદી અને ફન્ડ ટ્રાન્સફરમાં તેમની ભુમિકા માટે ચાલી રહેલા કેસ અંગેની તપાસ મુદ્દે દિલ્હીમાં ઇડી સમક્ષ રજુ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન હાઇકોર્ટનાં નિર્દેશ બાદ રાજસ્થાન ઇડી સમક્ષ વાડ્રા હાજર થવાનાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




