ગુર્જર આંદોલનની આગ વધુ ફેલાઈ સતત ચોથા દિવસે નેશનલ હાઇવે જામ

0
5

ધૌલપુરમાં કલમ ૧૪૪,૫ ટ્રેન રદ, ૧૨ બસને પણ રોકવામાં આવી
જયપુર,તા.૧૧
રાજસ્થાનમાં ૫% અનામતની માંગણીને લઇને ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન ચોથા દિવસે પણ યથાવત છે. આંદોલનકારીઓએ સિકંદરા પાસે આગરા નેશનલ હાઇવે જામ કર્યો હતો. પરિણામે આ માર્ગની બસ સેવા અને ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે મલારના ડુંગરની પાસે આંદોલનકારી રેલવે ટ્રેક પર બેઠા છે. બીજી બાજુ ધૌલપુરમાં કલમ-૧૪૪ અત્યાર સુધી લાગુ કરવામાં આવી છે. રવિવારે આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરો પણ ફેંક્્યા હતા. પ્રાઇવેટ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતુ જેમાં ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભરતપુર અને અજમેર જિલ્લાઓ આંદોલનથી વધારે પ્રભાવિત થયા છે.
આંદોલનકારીઓ રોડવેઝની બસોને વધારે નુકશાન ન કરે તે માટે ઉત્તરપ્રદેશથી આવનારી બસોને રોકી દેવામાં આવી હતી. કેટલીક બસોને દૌસા સુધી જ ચલાવવામાં આવી હતી. સિંધી કેમ્પમાં ૧૨ બસને રોકવામાં આવી હતી.ધૌલપુરની પાસે પણ ભૂતેશ્વર પુલને જામ કરી દેવાયો હતો જે અધિકારીઓની સમજાટથી ખુલ્લો મુકાયો હતો. ૫ ટ્રેન પણ રદ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશથી વધારાના સુરક્ષાના દળોને બોલાવામાં આવ્યા છે.
ગુર્જર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ ભૂરા ભગતે કહ્યું કે, સરકારનું પ્રતિનિધિમંડળ સકારાત્મક જવાબ આપવાની વાત કરીને ગયું હતું પરંતુ હજુ સુધી આ દિશામાં કોઇ પ્રગતિ થઇ નથી. આવા સંજાગોમાં ગુર્જર સમાજ તેનું આંદોલન તેજ કરશે. બીજી બાજુ આ મામલાને હલ કરવા રાજ્ય સરકારે તેના પર્યટન મંત્રી વિશ્વેન્દ્રસિંહ, આરોગ્ય મંત્રી રઘુ શર્મા અને સામાજીક ન્યાય વિભાગના મંત્રી ભંવરલાલ મેઘવાલની કમિટી બનાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY