હરિયાણા,તા.૧૫
હરિયાણાના રેવાડીમાં બોર્ડ ટોપર પર થયેલા ગેંગરેપના ત્રણ દિવસ બાદ પણ આ મામલે એકેય આરોપીની ધરપકડ થઇ નથી. સરકારની આ મુદ્દે ગોકળગાય તપાસ ચાલી રહી છે ત્યાંજ ભાજપના એક ધારાસભ્યએ આ મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે. હરિયાણાના ઉચના કલાં બેઠકથી ધારાસભ્ય પ્રેમલતાએ રેવાડી ગેંગરેપ મુદ્દે જણાવ્યું કે, બેકારીને કારણે લોકો હતાશ છે અને આવા પ્રકારના ગુનાઓ કરી રહ્યા છે.
એક કાર્યક્રમ દરમિયાન આ અંગે પ્રશ્ન પુછવા પર ભાજપ ધારાસભ્ય પ્રેમલતાએ જણાવ્યું કે, જે યુવાનો પાસે રોજગાર નથી તેઓ હતાશ થઇ રહ્યા છે અને આવ ગુનાઓ કરી રહ્યા છે. આવું નિવેદન આપીને તેમણે તેમની જ સરકાર પર એક મોટો પ્રશ્ન ઉભો કરી દીધો છે, પહેલા જ દેશમાં બેકારી અંગે વિપક્ષ સતત સરકારને નિશાન બનાવી રહ્યું છે.
નોંધનીય છે કે બુધવારે હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં ૧૯ વર્ષની એક બોર્ડ ટોપર રહેલી વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી. આ મામલે ૩ આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ મામલે તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ મામલે પોલીસ એટલી હદ સુધી બેદરકારી દર્શાવી રહી છે કે ઘટનાના ત્રણ દિવસ બાદ પણ કોઇ પુરાવો મળ્યા નથી. ત્યાંજ એસઆઇટીએ આરોપીઓની બાતમી આપનારને ૧ લાખ રૂપિયાના ઇનામ આપવાની ઘોષણા કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




