મુંબઈ,તા.૧૫
ગુજરાતીઓના પવિત્ર તહેવાર નવરાત્રિ પર બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ની રિલીઝઅટકાવવા અને પ્રતિબંધિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાંઆવી છે. અરજદારનો આક્ષેપ છે કે ફિલ્મની પટકથા અને સંવાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ અને ગુજરાતીઓની ઠેકડી ઉડાડવામાં આવી છે. અરજીની વધુ સુનાવણીઆગામી અઠવાડિયે હાથ ધરાશે. એક ધાર્મિક સંગઠનની રજૂઆત છે કે પાંચમી ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મનું શીર્ષક નવરાત્રિપરથી ‘લવરાત્રિ’ રાખવામાં આવ્યું છે.
આવું શીર્ષક રાખી તહેવારના મહાતમ્ય પર શંકા ઉભીકરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં પણ નવરાત્રિ વિશે કેટલાંક વાંધાજનક સંવાદોનો ઉપયોગકરવામાં આવ્યો છે. નવરાત્રિ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ છે. હિંદુઓ અને ખાસ કરીનેગુજરાતીઓ માટે તે અતિપવિત્ર પર્વ છે. જ્યારે ફિલ્મમાં એવું દર્શાવાવમાં આવ્યું છે કે નવરાત્રિએ એ યુવાધન માટે નજીક આવવાનું તેમજ પ્રેમપ્રસંગનો તહેવાર છે. ફિલ્મના ટાઈટલ અને રિલીઝના કારણે હિંદુઓની લાગણી દુભાશે તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





