ભાજપના આગેવાનનું પ્રણ,પેટ્રોલનો ભાવ ૪૦ રૂ. નહીં થાય ત્યાં સુધી ચલાવીશ સાયકલ

0
15

રાજકોટ,તા.૧૮
હાલ આખા દેશમાં જા સળગતો સવાલ હોય તો તે છે પેટ્રોલ ડીઝલના આસમાને પહોંચેલા ભાવ. આ વધેલા ભાવથી કેન્દ્રની સરકારથી લઇને સામાન્ય માણસ સુધી બધા જ ત્રસ્ત છે. ત્યારે રાજકોટના વોર્ડ નં. ૧૭ના ભાજપ ઉપપ્રમુખે અનોખુ પ્રણ લીધું છે.
રાજકોટના ભાજપના આગેવાન રમેશ રામાણીએ પ્રણ લીધું છે કે જ્યાં સુધી પેટ્રોલ-ડિઝલના ભાવ ૪૦ રૂ. નહીં થાય ત્યાં સુધી તેઓ કાર નહીં ચલાવે.
રમેશ રામાણીની સાથે તેમના જ વોર્ડના અન્ય ૨૫થી વધારે લોકોએ આવું પ્રણ લીધું છે. તેમનું માનવું છે કે અમે પહેલા સાયકલ ચલાવીશું તો જ બીજાને કહી શકીશું.
બિલ્ડર રમેશ રામાણીનું માનવું છે કે, ‘આપણાં પીએમ મોદી દિવસના ૧૮ કલાક કામ કરે છે. તો આપણે આપણા દેશ માટે આટલું તો કરી જ શકીએ.’
તેમણે આગળ જણાવતાં કહ્યુ કે, ‘આવનાર ૨૦૧૯માં પણ ભાજપ જ આવવાની છે. અમે વિરોધપક્ષને શિખવવા માંગીએ છીએ કે માત્ર વિરોધ કરવાથી કંઇ નહીં ઉપજે પરંતુ કંઇ નક્કર પગલા લેવા પડશે. પહેલા કોંગ્રેસ પોતાના રાજ્ય છે ત્યાં પેટ્રોલના ભાવ ઘટાડીને બતાવે પછી અમને કહેજા.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY