સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જાઈએ,રામ મંદિર મુદ્દે ભાજપ પાસે હવે કાંઈ બચ્યું નથી
ઈન્દોર,તા.૩૦
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પુરી તાકાતથી પ્રચાર કરતી જાવા મળી રહી છે. કોંગ્રેસ નેતાઓ દરેક રીતે જનતાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. ઇન્દોર પહોંચેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે જો રાફેલ પર તપાસ શરુ થઇ તો પીએમ મોદી જેલ જશે.
પત્રકારોના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી ભ્રષ્ટ છે, આ વાતમાં કોઈ જ શંકા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલનો મુદ્દો સાફ છે અને જે દિવસે રાફેલ પર તપાસ શરુ થશે, તે દિવસે પીએમ મોદી જેલ જશે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાફેલ અંગે ફ્રાન્સમાં તપાસ શરુ થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડીલ દ્વારા પીએમ મોદીએ અનિલ અંબાણીને લાભ પહોંચાડવા માટે દરેક પ્રયાસ કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે જે દિવસે રાફેલ ડીલના કાગળો બહાર આવશે ત્યારે તેના પર ફક્ત બે નામ લખેલા હશે, એક નામ અનિલ અંબાણી અને બીજી નામ નરેન્દ્ર મોદી હશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હવે આ મુદ્દો ચૂંટણી જીતવાનો નહીં પરંતુ પોતાને બચાવવાનો પણ છે. એટલા માટે રાતના સમયે સીબીઆઈ ચીફને હટાવવામાં આવ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ તે સીબીઆઈ ચીફ છે, જેની પસંદગી પીએમ મોદીએ જાતે કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જનોઇ ધારણ અને ગોત્ર પૂછવા પર ભાજપને જવાબ આપતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપના લોકો હિન્દુ ધર્મને સમજતા જ નથી. ભાજપથી સારી રીતે તો હિન્દું ધર્મને તે સમજે છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, દુનિયાની સામે તમારી પાસે એક ગુણ હોવો જાઇએ અને એ ગુણ છે વિનમ્રતા. વિનમ્રતાનો મતલબ હોય છે કે, જ્યારે તમે બોલો છો ત્યારે હું તમને સાંભળુ છું, હું તમને સમજવાની કોશિશ કરૂ છુ. હું એમ નથી કહેતો કે, કોઇ ગુસ્સો કરે તો તે મૂર્ખ છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, કોઇ ગુ્સ્સો કરે છે તો હું સમજવા માગું છુ કે, તે ગુસ્સો કેમ કરે છે. ભાજપના લોકો હિન્દું ધર્મને સમજતા જ નથી, તેમનાથી સારી રીતે તો હું સમજુ છું.
સબરીમાલા પર સુપ્રીમકોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીએ પોતાનો વ્યક્તિગત મત આપતા જણાવ્યું કે તેમનું માનવું છે કે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાનો હક મળવો જાઈએ. પાર્ટીના વિચાર પર તેમને કહ્યું કે કેરળમાં આ પુરુષો અને મહિલાઓ માટે એક ભાવનાત્મક મુદ્દો છે. જયારે રામ મંદિર પર ભાજપ દ્વારા અધ્યાદેશ લાવવા પર પર રાહુલ ગાંધીએ કહ્યું કે હવે તેમની પાસે બીજું કઈ બચ્યું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




