ભાજપને બે દિવસમાં મોટા બે ફટકા
જયપુર,તા.૧૫
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપને એક જ દિવસમાં બે ઝટકા પડ્યા છે. ભાજપનાં સાંસદ હરિશ મીના ભાજપ છોડી કોંગ્રેસમાં જાડાયા પછી ભાજપનાં એક ધારાસભ્યએ પણ ભાજપ સાથે છેડો પાડીને કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. ભાજપનાં નાગોરનાં ધારાસભ્ય હબીબુર રહેમાન કોંગ્રેસમાં જાડાયા છે. ચૂંટણીનાં થોડા દિવસો પહેલા જ રાજકારણમાં ધમાસાણ મચ્યુ છે.
કોંગ્રેસનાં સાંસદ રાઘુ શર્માની હાજરીમાં રહેમાન કોંગ્રેસમાં જાડાયા હતા. તેમણે કહ્યું કે, ભાજપમાં ચૂંટાયેલા સભ્યો ગુંગળાઇ રહ્યા છે એટલા માટે કોંગ્રેસમાં જાડાઇ રહ્યા છે. હું ૧૦ વર્ષ પહેલા કોંગ્રેસમાં જ હતો. હવે મારી ઘર વાપસી થઇ છે. કોઇ પણ શરત વગર હું કોંગ્રેસમાં જાડાયો છું. હું પાર્ટીને મજબુત કરવા માટે કામ કરીશ. હું નાનપણથી જ કોંગ્રેસ સાથે જાડાયેલો છું. મને પરિવારમાં પાછા ફરતા આનંદ થાય છે.
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રહેમાન મંત્રી હતા. જા કે, ૨૦૦૮માં તેમને ટિકીટ ન મળતા, તેઓ ભાજપમાં જાડાયા હતા. આ પછી તેઓ બે વખત ભાજપનાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જા કે, સોમવારે ભાજપની યાદીમાં તેમનું નામ ન આવતા તેઓ નારાજ થયા અને કોંગ્રેસમાં જાડાઇ ગયા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



