ન્યુ દિલ્હી,તા.૧૫
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના એક વરિષ્ઠ અધિકારી પર જાતિય સતામણીનો આરોપ લાગ્યો છે. આ અંગેનો ખુલાસો કરતા ક્રિકેટ એસોશિએશન ઓફ બિહારના પ્રમુખ આદિત્ય કુમારે સુપ્રીમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશનના ચીફ વિનોદ રાયને સંબોધિત પત્ર લખ્યો હતો. આ પત્રમાં આદિત્ય કુમારે વિનોદ રાય પર આરોપ લગાવ્યો હતો કે જાતિય શોષણના મામલે તેમણે બેદરકારી દાખવી હતી. વિનોદ રાયે બીસીસીઆઇની એક મહિલા કર્મચારીની જાતિય સતામણી મુદ્દે ચૂપકી સાધી હતી. જા કે આદિત્ય કુમારે આ પત્રમાં આરોપીના નામનો ખુલાસો કર્યો નથી.
આદિત્ય કુમારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે દેશમાં જાતિય સતામણી મામલે કડક વલણ અપનાવીને કાયદાઓ ઘડ્યા જેથી આ પ્રકારના ગુનાઓ સામે પીડિતાને રક્ષણ મળે, પરંતુ વિનોદ રાય તેમની ફરજ નિભાવામાં અસફળ રહ્યા અહીં સુધી કે તેમણે આ મામલાની તપાસ પણ ન કરાવી. બીસીસીઆઇને બાનમાં લેતા આદિત્ય કુમારે જણાવ્યું હતું કે બીસીસીઆઇ જાતિય સતામણી જેવા ગંભીર મામલાઓની તપાસ માટે કોઇ પણ પ્રકારની સમિતિ કે વ્યવસ્થા ધરાવતી નથી, એપ્રિલ ૨૦૧૮માં જ તેણે પોતાની ફરિયાદ સમિતિની રચના કરી હતી.
આ મામલાની સંપૂર્ણ માહિતી આપતા આદિત્ય કુમારે જણાવ્યું હતું કે વિનોદ રાયે વરિષ્ઠ અધિકારીને બચાવા માટેના પ્રયાસો કર્યા હતા. આરોપી અધિકારીએ પીડિતાને ડરાવી-ધમકાવીને ચૂપ રહેવા મજબૂર કરી હતી. પરંતુ પીડિતાએ આ વાતની જાણ તેના સહકર્મીયોને કરી હતી.
આદિત્ય કુમાર બિહાર ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ છે જેને બીસીસીઆઇએ કાયદાકીય રીતે માન્યતા આપી નથી. વિતેલા થોડા દિવસોમાં બીસીસીઆઇ દ્વારા માન્યતા પ્રાપ્ત બિહાર ક્રિકેટ સંઘે આદિત્ય કુમારના પુત્ર પર બે વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




