યુપીમાં આતંકી કસાબના નામે જાહેર થયું પ્રમાણ પત્ર, અધિકારી સસ્પેન્ડ

0
18

લખનઉ,તા.૧૮
મુંબઈમાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ આતંકી હુમલો કરી અનેક લોકોને મારનાર પાકિસ્તાની આતંકી અજમલ કસાબને ઉત્તર પ્રદેશના ઔરાયા જિલ્લામાંથી જાતિ અને નિવાસ પ્રમાણ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું.
આ ઘટના સામે આવતાં જ જિલ્લા તંત્રએ કસાબનું પ્રમાણ પત્ર રદ કરી લેખપાલને સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે ઓનલાઈન અરજી કરનાર વિરૂદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ મામલો બિધૂના જિલ્લાના આંબેડરકર નગર ગામનો છે. તમને જણાવી દઇએ કે આતંકી કસાબને થોડાક વર્ષો પહેલા ફાંસી આપી દેવામાં આવી હતી.
ગત ૨૧ ઓક્ટોબરે કોઇ અજાણ્યા વ્યક્તિએ કસાબનો ફોટો લગાવીને અરજી કરી હતી, જેના પર લેખપાલનો રિપોર્ટ આવ્યા બાદ એસડીએમે નિવાસ પ્રમાણ-પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. અરજીમાં કસાબના પિતાના સ્થાન પર મો. આમિર અને માતાના સ્થાને મુમતાજ બેગમ લખેલું છે.
અરજી પર લેખપાલે રિપોર્ટ લગાવ્યો હતો, ત્યારબાદ એસડીએમ દ્વારા કસાબના નિવાસ પ્રમાણ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણકારી થતા એસડીએમ બિધૂના પ્રવેન્દ્ર કુમારે આખા મામલાની તપાસ કરાવી, જેમાં અરજીમાં આપેલા તથ્યો ખોટા જણાતા તેમણે દર્શાવેલ નિવાસ પ્રમાણ-પત્ર કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે લેખપાલને નોટિસ મોકલી સ્પષ્ટીકરણ માંગ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY