રિલાયન્સના ક્રેકર પ્લાન્ટમાં ધડાકા સાથે આગ લાગતાં ખળભળાટ મચ્યો

0
43

સુરત,તા.૧૯
હજીરા ખાતે આવેલા રિલાયન્સના ક્રેકર પ્લાન્ટમાં મોડી રાત્રે ધડાકા સાથે આગની જ્વાળાઓ નિકળતા આસપાસના ગામોના રહીશોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આગ લાગી હોવાનું માની લોકોના ટોળે ટોળા કંપની બહાર ઉમટી પડ્યા હતા. જાકે કંપનીમાં આગ નહી પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી ચીમની મારફતે જવાળાઓ નીકળી હોવાનું કંપનીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચિમની માંથી નિકળી રહેલી જ્વાળાઓને પગલે કંપનીની આસપાસનું ટેમ્પ્રેચર પણ વધી ગયું હોવાનું જાણવા મળ્યું છે.
હજીરા ખાતે આવેલા રિલાન્યસના ફુલી ઓટોમેટિક ક્રેકર પ્લાન્ટની ચીમનીમાંથી મંગળવારે મોડી રાત્રે અચાનક ધડાકા સાથે આગની જ્વાળાઓ નીકળતા આસપાસના ગામના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મોડી રાત્રે પ્લાન્ટની ચિમની માંથી ધડાકા સાથે નિકળી રહેલી જ્વાળાઓને પગલે પ્લાન્ટમાં આગ લાગી હોવાનું માનીને આજુ બાજુના ગામના રહીશો દોડી આવ્યા હતા. રિલાયન્સના અધિકારી સુત્રોના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાં કોઈ ક્ષતી સર્જાઈ કે આગની ઘટના બને ત્યારે પ્લાન્ટ આપોઆપ શટડાઉન થઈ જાય છે અને તેમાં જે કચરો ફસાયેલો હોય તે ચીમની મારફતે નીકળી જાય છે.
પ્લાન્ટમાં મોડી રાત્રે ખામી સર્જાતા ચીમનીમાંથી ધડાકા ભેર જ્વાળાઓ સાથે કચરો નીકળ્યો હતો. જેને લોકો આગ સમજી બેઠા હતા. જાકે, તે આગ નહીં પરંતુ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી ચીમની મારફતે કચરો નિકળ્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાને કારણે કંપનીની આસપાસના તાપમાનમાં પણ વધારો થઈ ગયો હતો. અને આશરે ૪૦ થી ૪૫ ડીગ્રી જેટલું તાપમાન થઈ ગયું હતું. જાકે આ ટેક્નીકલ ખામીને કારણે નીકળેલી જ્વાળાઓને કારણે કોઈને ઈજા કે કોઈ નુકશાન થયું ન હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY