ન્યુ દિલ્હી,તા.૨૧
કરોડો રુપિયાનુ કરી નાંખનારા માલેતુજારોની ફેવર કરવાનુ મોદી સરકારના શાસનમાં યથાવત છે. હવે એવુ બહાર આવ્યુ છે કે આઈડીબીઆઈ બેંકના ૬૦૦ કરોડની લોનના ડિફોલ્ટર આરોપી અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવસંકરણની સામેના લૂક આઉટ સક્્ર્યુલરમાં સીબીઆઈ દ્વારા ફેરફારો કરી દેવામાં આવ્યા છે.જેના પગલે શિવશંકરણને વિદેશ જવાની છુટ મળી ગઈ છે.
આ મામલામાં મહત્વની વાત એ છે કે સક્્ર્યુલરને બદલવા સામે તપાસ અધિકારી અને સીબીઆઈની બેંગ્લોર બ્રાન્ચે વિરોધ કર્યો હતો.સરક્યુલર બદલવાની સાથે સાથે તપાસને બેંગ્લોરથી દિલ્હી સીબીઆઈમાં શિફ્ટ કરી દેવાઈ છે.
આ વર્ષે ૧૩ એપ્રિલે શિવશંકરણ, આઈડીબીઆઈના અધિકારી રાઘવન, અન્ય સરકારી બેન્કના પૂર્વ એમડી મેલિવન રિગો, કિશોર ખરત સહિત ૨૯ લોકો સામે ૬૦૦ કરોડના ફ્રોડના મામલામાં કેસ કરવામાં આવ્યો હતો.
શિવશંકરણ સેશલ્સની નાગરિકતા ધરાવે છે.તેમને ૨૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં પૂછપરછ માટે બોલાવાયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



