જાહાનિસબર્ગ,તા.૨૧
ભારતીય ક્રિકેટ ટીમ આગામી મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ડેવિડ વાર્નર અને સ્ટીવ સ્મિથ વિના ભારતને ઓસ્ટ્રેલિયામાં પાર ઉતરવુ સહેલુ નથી. તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે ભવિષ્યવાણી કરીને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારત ઓસ્ટ્રેલિયા પર વિજય પ્રાપ્ત કરશે કે નહીં.
વન-ડે ક્રિકેટમાં ૩૧ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ડિવિલિયર્સનું માનવુ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતની પાસે હાલમાં ટેસ્ટ શ્રેણી જીતવાની સુવર્ણ તક છે. ડિવિલિયર્સે શનિવારે અહીં એક પ્રમોશન કાર્યક્રમ બેરલ સિલેક્ટ પરફેક્ટ સ્ટ્રોક્સમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સંભાવનાઓને લઈને આ વાત કહી.
ડિવિલિયર્સે કહ્યું, મને લાગે છે કે ઓસ્ટ્રેલિયામાં આ વખતે ભારત પાસે સારી તક રહેશે. ભારતીય ટીમે ચાલુ વર્ષના પ્રારંભમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યુ હતું અને એક ટેસ્ટ પણ જીતી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં હારી હતી, પરંતુ તેને વિન્ડીઝની સામે ટેસ્ટ શ્રેણી સરળતાથી જીતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધેલા ડિવિલિયર્સે ખાસ કરીને ભારતના ઝડપી આક્રમણના વખાણ કરીને કહ્યું, ભારતીય બેટિંગ શાનદાર છે, તેને બધા જાણે છે. પરંતુ ભારતની ઝડપી બોલિંગ અત્યારે દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય બેટ્સમેનોએ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહેવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટ મહત્વપૂર્ણ હશે, જે શ્રેણીની દિશા નક્કી કરશે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






