દિલ્હી : મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીદ દાખલ કરી

0
9

ન્યુ દિલ્હી,તા.૪
દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટમાં આમ આદમી પાર્ટી માટે થોડી ખુશી અને થોડા ગમનો માહોલ હતો. દિલ્હી સરકારના એક પ્રધાન સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. તો બીજી તરફ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હુલ્લડના એક મામલામાં બરી કરવામાં આવ્યા છે. આ કેસમાં અરવિંદ કેજરીવાલ સહીત છ આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે સોમવારે બરી કર્યા હતા.
૨૦૧૨ના હુલ્લડના મામલામાં કેજરીવાલ સહીત છ વિરુદ્ધ આરોપ હતો કે તેમણે તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહના નિવાસસ્થાનની બહાર કોલસા ગોટાળાની વિરુદ્ધ દેખાવો કર્યા અને હુલ્લડો ભડકાવવાની કોશિશ કરી હતી.કેજરીવાલ સહીત છ શખ્સોને કોર્ટે બરી કર્યા છે. જેમાં ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તાઓ –મહેશ, દીપક છાબડા, અનિલકુમાર સિંહ, ગૌતમકુમાર સિંહ, ઘનશ્યામ અને રંજીતસિંહનો સમાવેશ થાય છે.
ઈન્ડિયા અગેન્સ્ટ્‌ કરપ્શનની રચના સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેના અનશન દરમિયાન થઈ હતી. તેનું નેતૃત્વ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા હતા. કોર્ટમાં પોલીસે જણાવ્યું હતું કે ૨૬ ઓગસ્ટ-૨૦૧૨ના રોજ કેજરીવાલના નેતૃત્વમાં ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના સદસ્યોએ વડાપ્રધાનના નિવાસસ્થાન સામે પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોને રોકવા માટે વોટરકેનનનો ઉપયોગ કરાયો હતો અને બાદમાં દેખાવકારો હિંસક બન્યા હતા.
આમ આદમી પાર્ટીના વકીલ મોહમ્મદ ઈરશાદે કહ્યું છે કે આ કેસમાં તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં પાંચ અલગ-અલગ કેસ દાખલ થયા હતા. જેમાંતી ચારમાં તમામ આરોપીને કોર્ટે બરી કર્યા હતા. જ્યારે પાંચમા કેસને કોર્ટે આરોપો નક્કી કરવા માટે યોગ્ય નહીં હોવાનું માનીને કેજરીવાલ સહીતના છ આરોપીઓને બરી કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY