મને રણવીરના પરિવારનો સાથ પસંદ છેઃ આલિયા ભટ્ટ

0
7

મુંબઇ,તા.૨૮
બોલીવુડ અભિનેતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની રિલેશનશિપને લઈને સતત ચર્ચામાં રહે છે. બંન્ને જલ્દી જ પડદા પર પણ સાથે કામ કરતા જોવા મળશે. રણવીર-આલિયા આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં બંન્ને પ્રથમ વખત સાથે કામ કરતા જાવા મળશે. વાત કરીએ આલિયા ભટ્ટની તો તેણે હાલમાં એક નિવેદનમાં કહ્યું કે, તેને રણવીરના પરિવારનો સાથ પસંદ છે.
એક ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે કહ્યું કે, લગ્નને લઈને હજુ તેનો કોઈ પ્લાન નથી. આલિયાએ કહ્યું, હજુ તે લોકોને ઓળખવાની જરૂર છે જેણે મને સકારાત્મક રીત પ્રભાવિત કરી છે. રણવીર કપૂર તેવા લોકોમાંથી એક છે. આલિયાએ કહ્યું, ત્યાં સુધી કે તેના પરિવારના લોકો પણ મને ખુબ સકારાત્મક અનુભવ કરાવે છે. રણવીર હંમેશા મારો ફેવરિટ એક્ટર રહ્યો છે અને હજુ પણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY