અમદાવાદ,તા.૨૨
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ૨૨ કિલો ચરસ સાથે બે આરોપીને ઝડપ્યા છે. બે આરોપીઓમાં એક મહિલા પણ છે. આ ચરસની બજાર કિંમત ત્રણ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે બે અલગ કેસ નોંધીને ત્રણ કરોડનું આ ૨૨ કિલો ચરસનો જથ્થો ઝડપ્યો છે. કાશ્મીરી ચરસનો આ જથ્થો રાજસ્થનથી અમદાવાદ આવી રહ્યો હતો.
ત્યારે બાતમીને આધારે પોલીસે છેલ્લા સાત દિવસથી વોચ ગોઠવી હતી. મહિલા આરોપી ચિત્તોડગઢની રહેવાસી છે. પોલીસે તેની અમદાવાદમાં ઇન્દારા બ્રિજ પાસે લકઝરીમાંથી ઉતારીને ધરપકડ કરી. જ્યારે અન્ય એક આરોપીને ચિલોડા પાસેથી ઝડપ્યો. બંનેની પૂછપરછમાં ચરસનો આ જથ્તો જમ્મુ-કાશ્મીરના અનંતનાગથી લવાયો હોવાનું જણાયું છે. અમદાવાદમાં આ માલ કોને અને કેટલો આપવાના હતા તેની તપાસ ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



