વેપારીના ઘરમાંથી કોન્ટ્રાક્ટરે બેંકના ચેક તફડાવી રોકડા કર્યા

0
8

કોન્ટ્રાક્ટરે મિત્રના ચેક ચોરી બીજા મિત્રના એકાઉન્ટમાં જમા કરાયા
સુરત, તા.૨૧
તાતીથૈયામાં આવેલ સોનીપાર્ક-૨માં રહેતા એક વેપારીના ઘરેથી બાંધકામ કોન્ટ્રાક્ટરે સહીવાળો કોરો ચેક ચોરી મિત્રના ખાતામાં જમા કરાવી રૂપયા ઉપાડી લેતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વેપારીએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તાતીથૈયા સોનીપાર્ક-૨ પ્લોટ નં. ૧૨૫,૧૨૬ના આવેલ મકાનમાં રહેતા ગોપાલ શિવશંકર પાંડે નામના વેપારી મકાનનો બીજા માળ બનાવવા માટે કોન્ટ્રાક્ટર હરિપ્રસાદ પ્રજાપતિ કાલીદી પ્રજાપતિ રહે. ગંગાધરાને આવેલ હતો તેથી તેઅો ઘરે આવતા જતા હતા. એક દિવસ સહીવાળો કોરો ચેક તેઅો ચોરી કરી ગયેલ હતા અને તે ચેકમાંથી રૂ. ૧.૨૯ લાખ ભરી મિત્ર અમિતકુમારના ખાતામાં જમા કરાવી રૂપિયા ઉપાડી લીધા હતા આ અંગે વેપારીને જાણ થઈ જતા વેપારીએ રૂપિયાની માંગણી કરતા વેપારીને કોન્ટ્રાક્ટરે રૂપિયા ન આપી રોજ ધક્કો ખવડાવતા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ વેપારીએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY