ચેન્નાઈ,તા.૪
અભિનેત્રી ભાનુપ્રિયાના ઘરેથી પોલીસે દરોડો મારીને ત્રણ સગીર છોકરીઓને છોડાવી હતી. આ ત્રણમાંથી એક દીકરીની માની ફરિયાદના આધારે સોમવારે ચાઇલ્ડ લાઇનના અધિકારીઓએ અભિનેત્રીના ચેન્નાઈ સ્થિત ઘર પર દરોડો પાડીને તપાસ કરી હતી. આંધ્રપ્રદેશની પોલીસે પણ ભાનુપ્રિયાના ભાઇના વિરૂધ્ધમાં એફઆઈઆર કરી છે.સામે પક્ષે અભિનેત્રી ભાનુપ્રિયાએ ફરિયાદી છોકરી અને તેની માતા પર ચોરીનો આરોપ લગાવ્યો છે.
સગીર યુવતીની માએ આંધ્રપ્રદેશમાં સમાલકોટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ભાનુપ્રિયા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેને પરાણે કામ માટે ગોંધી રાખી હતી. કામના બદલામાં વેતન પણ આપતા નહોતા. જે એજન્ટે કામ અપાવ્યું હતુ તેણે સગીર યુવતીના પરિવારજનોને રૂ.દસ હજારનું વેતન આપવાની પણ વાત કરી હતી. કેટલાક દિવસો પહેલા જ યુવતીઓએ ફોન કરીને તેના સંબંધીઓને જણાવ્યુ હતુ કે તેઓને અભિનેત્રીના ઘરે પરાણે કામ કરાવાય છે તેમજ મારપીટ કરીને દેહવ્યાપાર પણ કરાવવામાં આવે છે.
૨.૫૨ વર્ષીય ભાનુપ્રિયા તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. ભાનુપ્રિયાએ ફરિયાદી સગીર યુવતી અને તેની માની સામે ઘરેણાં તેમજ ઇલેકટ્રોનિક્સ આઇટમ્સ ચોરી કરવાનો આરોપ મુકતી પ્રતિફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ કે તેમણે ચોરાયેલી વસ્તુઓ પાછી માંગી તો છોકરીની માએ તેમની સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





