સ્ટાર સિસ્ટમનો અસ્ત થાય એ માન્યતા જ ખોટી : અજય દેવગણ

0
7

મુંબઈ,તા.૨૫
સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે કહ્યું હતું કે કેટલાક લોકો છેલ્લા થોડા સમયથી સ્ટાર સિસ્ટમના અસ્તની વાતો કરે છે. પરંતુ સ્ટાર સિસ્ટમ કદી ખતમ થવાની નથી.
‘એ વાત સાચી કે આજે ઓડિયન્સનો ટેસ્ટ બદલાયો છે અને લોકોને જુદા પ્રકારની ફિલ્મો જાવી ગમે છે. તમે એને કન્ટેન્ટ આધારિત ફિલ્મ કહી શકો. પરંતુ ઓડિયન્સના ટેસ્ટને સ્ટાર સિસ્ટમ સાથે કશી લેવાદેવા નથી. ઓડિયન્સ ચૂઝી થઇ ગયું છે એ હકીકત છે પરંતુ તેથી સ્ટાર સિસ્ટમનો અસ્ત થાય એવી માન્યતા સાચી નથી’ એમ અજય દેવગણે કહ્યું હતું.
તેણે ઉમેર્યું હતું કે ઓડિયન્સનો ટેસ્ટ બદલાવાથી અમે સાવધ થઇ ગયા છીએ અને એાડિયન્સ અમને ખડે પગે રાખે છે એ વાત સાચી છે. લોકો સારી ફિલ્મો જાતાં-માણતાં થયા છે એ સમગ્ર ઉદ્યોગ માટે સારી વાત છે. અમારી પેઢીના કલાકારોએ વધુ સજાગ રહેવાની જરૃર છે એ પણ સાચું. નવી પેઢીના કલાકારો જે રજૂ કરે છે એમાં જે સારું છે એ એાડિન્સ સ્વીકારે છે. તેથી અમારી પેઢીના કલાકારોની જવાબદારી વધી જાય છે. બાકી સ્ટાર સિસ્ટમનો કદી અસ્ત થવાનો નથી. માત્ર સમયના વહેવા સાથે સ્ટાર બદલાય છે. એકના સ્થાને બીજા કલાકાર સ્ટાર તરીકે ઓળખાતો થાય છે. સિસ્ટમનો અસ્ત થતો નથી.
અજય હાલ પોતાની આગામી ફિલ્મ મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે કરી રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY