સેન્સેક્સમાં ૧૧૫ પોઈન્ટની તેજી, નિફ્ટી ૧૦૯૦૦ની સપાટી પર બંધ

0
7

મુંબઈ,તા.૪
સારા ગ્લોબલ સંકેતો અને શોર્ટકવરિંગના દમ પર બજારે નીચલા સ્તર પર સારી રિકવરી મેળવીને બંધ થયો છે. સેન્સેક્સ નીચેથી લગભગ ૨૦૦ પોઈન્ટ સુધરીને ૩૬૫૦૦ને પાર બંધ થવામાં કામયાબ રહ્યો છે. તો નિફ્ટી સારી રિકવરી લઈને ૧૦૯૦૦ને પાર બંધ થયો છે. બેન્ક નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટની તેજી આવી છે પણ મિડકેપ ઈન્ડેક્સમાં લાલ નીશાન પર બંધ થયો છે.
આજના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી, મેટલ, ઓટો અને રિયલ્ટી શેરોમાં દબાણ જાવા મળ્યુ હતુ. ટાઈટન, ઓએનજીસી, આરઆઈએલ અને આઈશરમાં આજે સૌથી વધુ તેજી જાવા મળી હતી જ્યારે ઇન્ડીયાબુલ્સ હાઉસિંગ, હિંડાલ્ડો, પાવર ગ્રીડ અને એસ બેન્કમાં આજે કડાકો નોંધાયો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૧૧૩.૩૧ પોઈન્ટ અને ૦.૩૧ ટકાના વધારા સાથે ૩૬૫૮૨.૭૪ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૮.૬૦ પોઈન્ટની તેજી સાથે ૧૦૯૧૨.૨૫ સ્તર પર બંધ થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY