શ્રીનગર,તા.૧૪
ભારતની વિરૂદ્ધ પાકિસ્તાનની સર્જીકલ સ્ટ્રાઇકને લઇ આપવામાં આવેલી ધમકીની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રવિવારના રોજ ર્ન્ઝ્ર પર પાકિસ્તાનની તરફથી ફાયરિંગ કરાયું છે. જેનો ભારતીય સુરક્ષાબળોએ જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાન સેનાએ પૂંછ જિલ્લાના દિગવર સેકટરમાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. કહેવાય છે કે પાકિસ્તાનની તરફથી નાના અને સ્વચાલિત હથિયારોથી ભારીતય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરાયો છે. સેનાએ તેનો વળતો જારદાર જવાબ આપ્યો છે.
પાક સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં ભારતની વિરૂદ્ધ ઝેર ઓકયું. તેઓ પાકિસ્તાન સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાની સાથે વિદેશ યાત્રા પર છે. તેમણે કહ્યું કે ભારત એક સર્જીકલ સ્ટ્રાઇક કરશે તો અમે ૧૦ કરીશું. ગફુરે કહ્યું કે જે લોકો અમારી વિરૂદ્ધ કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવાનું વિચારે છે તો તેમણે પાકિસ્તાનની ક્ષમતાઓ પર પણ કોઇ શંકા કરવી જાઇએ નહીં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







