છોટાઉદેપુર,તા.૪
ગુજરાત અને મધ્ય પ્રદેશની બોર્ડર ઉપર આવેલા જંગલની આસપાસના વિસ્તારોમાં ખુંખાર દીપડાના હુમલાઓ વધતાં જાય છે. દીપડાની દહેશતથી લોકો ઘરની બહાર નીકળવા માટે પણ ડરી રહ્યા છે. આજે શુક્રવારે છોડાઉદેપુરના પાવીજેતપુરમાં આધેડ વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ હુમલામાં આધેડને ગળાના ભાગે ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યુ છે. ઘટનાની જાણ થતાં જ વનવિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપરુ જિલ્લાના પાવીજેતપુરના વાવડી ગામમાં ૫૨ વર્ષીય બલુભાઇ રાઠવા રહે છે.
તેઓ શુક્રવારે સવારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડાના હુમલાના પગેલ બલુભાઇને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને વધારે પ્રમાણમાં લોહી વહીજતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ખેતરે આવી પહોચ્યા હતા. અને ઇજાગ્રસ્ત બલુભાઇને હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, સારવાર મળી રહે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. સાથે સાથે વનવિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




