ગુવાહાટી,તા.૧૫
આસામમાં ૨૪ વર્ષ જૂના ફેક એન્કાઉન્ટર કેસમાં આર્મીના મેજર જનરલ સહિત સાત લોકોને આર્મી કોર્ટે દોષી જાહેર કર્યા હતા. તમામ લોકોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
મેજર જનરલ એ.કે. લાલ, કર્નલ થોમસ મેથ્યૂ, કર્નલ આર.એસ સિબિરેન, કેપ્ટન દિલીપ સિંઘ, કેપ્ટન જગદેવ સિંઘ, નાયક અલબિંદર સિંઘ અને નાયક સિવેન્દર સિંઘને ૧૯૯૪માં આસામના તિનસુકિયા જિલ્લામાં ફેક એન્કાઉન્ટરના કેસમાં સંડોવણી માલુમ પડતા દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.
સિપાહીઓએ ફેક એન્કાઉન્ટરમાં પાંચ યુવકોને ઠાર કર્યા હતા. આર્મીના જવાનોએ દાવો કર્યો હતો કે આ તમામ યુવકો આતંકી સંગઠન ઉલ્ફા (યુનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટ ઓફ અસમ) સાથે જાડાયેલા હતા. એન્કાઉન્ટરના થોડા દિવસ બાદ આર્મીએ અન્ય ચાર યુવકોને છોડી મુકીયા હતા.
આ મામલે ૨૨મી ફેબ્રુઆરીના રોજ જગદીશ ભુયાન નામના એક વ્યકિતએ ગુવાહાટી હાઇકોર્ટમાં અરજી કરીને પાંચેય યુવકો વિશે વિગતો માંગી હતી. જે બાદમાં ગુવાહાટી હાઈકોર્ટે આસુ (ઓલ અસમ સ્ટુડન્ટ યુનિયન) સાથે જાડાયેલા નવ સ્ટુડન્ટને નજીકના પોલીસ સ્ટેશન સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો હતો. જે બાદમાં આર્મીએ પાંચ યુવકોનાં મૃતદેહ દોલ્લા પોલીસ મથક ખાતે હાજર કર્યા હતા.
આ અંગે ૧૬મી જુલાઈના રોજ કોર્ટ માર્શલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે ૨૭મી જુલાઈ સુધી ચાલી હતી. આ અંગે તમામ સાત આર્મીજવાનોને શનિવારે સજા સંભળાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ૨૦૦૭માં મેજર જનરલ લાલને લેહ સ્થિત ઈન્ફેન્ટ્રી ડિવિઝનના કમાન્ડર પદેથી હટાવવામાં આવ્યા હતાં. તે સમયે એક મહિલા અધિકારીએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે યોગ શિખવવાના બહાને તેમણે તેની સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી ૨૦૧૦માં તેમને કોર્ટ માર્શલ બાદ સેવામાંથી પણ હટાવી દેવાયા હતાં. આર્મ્ડ ફોર્સિસ ટ્રીબ્યૂનલે તેમના રિટાયર્મેન્ટના લાભોને પણ અટકાવી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






