દિલ્હીમાં નવું નવું શું થઈ રહ્યું છે. અડધી રાત્રે સીબીઆઈની કચેરીને ઘેરી લઈને નવાને ચાર્જ અપાવવામાં આવે છે. આ જ એજન્સીના બે મોટા અધિકારીઓને રાતો રાત કહી દેવામાં આવે છે જાવ રજાઓ મનાઓ…! જેમણે સરકારના વિરોધના નારાજ થીને કોર્ટના દરવાજા ખટખટાવ્યા. તેમને ત્યાં આઈબીના ચાર અધિકારીઓને મોકલવામાં આવે છે. એ જાવા માટે કે સીબીઆઈના ચીફ આલોક વર્મા જાગી રહ્યા છે કે ક્યાંક શાંતિથી ઊંઘી તો નથી રહ્યા ને..!! પકડાઈ જતાં સફાઈ આપવામાં આવી કે ત્યાં અસામાન્ય ભીડને જાઈને આઈબીના અદિકારીઓ હાજર હતા. હવે આ અસામાન્ય ભીડ ક્યાં હતી તે અંગે જા કે આઈબીએ કોઈ ખુલાસો નથી કર્યો. ખબર તો એ છે કે આ ચારેય ગોપીચંદ જાસૂસ રાતભર સીબીઆઈ ચીફના બંગલાની બહાર ચોકી પહેરો ભરી રહ્યા હતા અને સવાર થતાં જ ચીફના ઘરે હાજર સુરક્ષા ગાર્ડોએ ઝડપી લીધા. તેમણે ભાગી જવાના જે પ્રયત્નો કર્યા છે તે બતાવે છે કે આ મામલામાં ફક્ત દાળમાં કંઈક કાળું છે. નહીં પરંતુ આખે આખી દાળ જ કાળી છે.
આઈબીનું કામ જ જાસૂસી કરવાનું હોય છે. પરંતુ આ મામલામાં સરકાર અને રાજનાથસિંહની પોલીસે એવું કહ્યું કે તે કર્મચારી જાસૂસી કરી રહ્યા ન હતા પણ નિયમિત ફરજ પર હતા. જા નિયમિત ફરજ પર હતા તો પકડાઈ જતા ભાગવાની કોશિશ શા માટે કરી/ જે સરકારથી નારાજ છે તેમને ત્યાં જ ફરજ કેમ? આ વિસ્તારમાં કેટલાયે મોટા અધિકારીઓ અને મંત્રીઓ રહે છે. આની પહેલાં તો આવું કદી નથી બન્યું. નિયમિત ફરજ હતી તો ચીફના ગાર્ડને વિશ્વાસમાં કેમ ન લેવામાં આવ્યા? એવો શું ચોરી છૂપીના ખેલ ખેલી રહ્યા હતા આ ચારેય જાસૂસ? આઈબી રંગે હાથ પકડાઈ ગઈ છે. આ પહેલી નજરમાં લાગી રહ્યું છે. સૌથી મોટી વાત અને તે જાસૂસી જ કરી રહ્યા હતા. તેની મોટી સાબિતી એ છે કે તેમની જાસૂસી જ કરી રહ્યા હતા. તેની મોટી સાબિતી એ છે કે તેમની ભાગી છૂટવાની કોશિશ જ બતાવે છે કે તેમના મનમાં જરૂર કોઈ ખોટ હતી. તેઓ એવું કંઈક કરી રહ્યા હતા કે જેની કોઈને ખબર ના પડે અને જ્યારે પકડાઈ ગયા તો ભાગી જવાના પ્રયત્નો તેમનો પહબેલો ગુનો છે.
સરકારની સામે જાસૂસી કરવાના આરોપો લાગતા રહે છે. કોઈ નેતાનો ફોન ટેપ કરવો,તેમની વાતો સાંભળવી અને તેઓ શું કરી રહ્યા છે, કોને મળી રહ્યા છે આ બધી જ જાણકારી ખૂલ્લેઆમ નહિ પણ આઈબી કે પછી જે શબ્દો કોઈ સરકારને સાંભળવાનું સારું નથી લાગતું તે જાસૂસીથી જ મળી શકે છે. અગાઉની સરકાર પર આવા આરોપ લાગ્યા હતા. આ સરકાર ઉપર પણ આરોપ લાગ્યા અને આવનારી સરકાર ઉપર પણ આરોપો લાગશે. સીબીઆઈ ચીફના ઘરે આઈબીની હાજરી,લુલા બચાવની દલીલ,પકડાઈ જવા પર ભાગી જવાની કોશિશ આ બધુ વિદેશના એ દેશઓની યાદ અપનાવે છે કે જે આ માટે પહેલાં પણ અને અત્યારે પણ માહિર છે. ભારતને એવા દેશમાં સ્થાન અપાવવાની કોઈ કોશિશ ન કરે. જાસૂસીની આ પૂરેપૂરી કાળી દાળને સરકાર સાફ કરે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



