રાંચી,તા.૨૨
ઝારખંડની રાજધાની રાંચીના કોચાંગમાં રૂવાંડા ઉભા કરી દે તેવી ખબર સામે આવી છે. અહીં પાંચ છોકરીઓ પર બંદૂકની અણીએ ગેંગરેપ કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારની છે. બધી મહિલાઓ ખૂંટી જિલ્લાના કોચાંગ ગામમાં સ્થાનાન્તર અને માનવ તસ્કરીને લઈને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે ગઈ હતી. આ ઘટના અંગેની જાણ એક દિવસ પછી ખબર પડી જ્યારે મહિલાઓએ સામાજિક કાર્યકર્તાઓને આ અંગે કહ્યુ હતું. તેના પછી પેલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
આ મામલમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે શંકાશીલ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે ઘણી જગ્યાઓએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. પોલીસે ગુરુવારે એફઆઈઆર નોંધી હતી અને ઘટનાની તપાસ માટે ટીમની નિમણૂક કરવામાં આવી છે.
પોલીસના કહેવા પ્રમાણે શરૂઆતી તપાસમાં ખબર પડી છે કે આરોપી આદિવાલી ગામમાં તાલતા પથ્થલગઢી આંદોલન સાથે સંબંધિત છે. આ આંદોલન હેઠળ પથ્થરથી ગામનું સીમાંકન કરવામાં આવે છે. પરંતુ તેની આડમાં પથ્થર પર ભારતીય સંવિધાનની કલમોના ખોટી ગણાવી લોકોને સરકાર વિરુદ્ધ ઉકસાવવામાં આવી રહ્યા છે.
પોલીસના કહેવા પ્રમાણે, ૧૯ જૂનના રોજ નુક્કડ નાટક માટે કોચાંગની મિશનરી સ્કૂલમાં પહોંચેલી આ નાટક મંડળીનું સ્કૂલમાંથી જ અપહરમ કરવામાં આવ્યું હતું. મહિલાઓએ કહ્યુ હતું કે, કારને બંધ કરતા પહેલા તેમના પુરુષ સાથીઓને મારવામાં આવ્યા હતા અને તેમને તેમની પેશાબ પીવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તે પછી મહિલાઓને જંગલમાં લઈ જઈને તેમનો ગેંગરેપ કરવામાં આવ્યો છે અને તેની સાથે આખી ઘટનાને પોતાના ફોનમાં રેકોર્ડ કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




