ડાયરેક્ટર સૌમિક સેન વિશે કોઇ ફરિયાદ મળી નથી : ચીટ ઈન્ડિયા સર્જક

0
6

મુંબઈ,તા.૨૭
ઇમરાન હાશમીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ચીટ ઈન્ડિયાના સર્જકો એલીપ્સીસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે ચીટ ઈન્ડિયાના ડાયરેક્ટર સામે જાતીય દુરાચારની કોઇ ફરિયાદ અમને મળી નથી.
હાલ ચાલી રહેલા મી ટુ આંદોલનનો લાભ લઇને કોઇ અનામીએે ચીટ ઈન્ડિયાના ડાયરેક્ટર સૌમિક સેન પર પણ જાતીય દુરાચારનો આક્ષેપ કર્યો હતો. વિના કારણે સેન બદનામ થઇ રહ્યા હતા એવું ફિલ્મ સર્જકોને લાગ્યું હતું. તેમણે એક નિવેદન પ્રગટ કરીને કહ્યું હતું કે ફિલ્મ બની રહી હતી ત્યારે કોઇએ અમને એવી ફરિયાદ કરી નહોતી કે ડાયરેક્ટર મહિલા કલકારો સાથે ગેરવર્તન કરી રહ્યા હતા.
સૌમિક સેનની હકાલપટ્ટીની માગણી કરનારી ચાર મહિલાઓમાંની એક મિડિયા પર્સન ચંદ્રાયી સરકારે કહ્યું કે અમે પ્રોડયુસર અતુલ કસબેકરને જણાવ્યું હતું કે સૌનક સેનની હકાલપટ્ટી કરો. એલીપ્સીસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રગટ કરાયેલું જાહેર નિવેદન અનુચિત છે. અમારી ફરિયાદને પ્રોડયુસર ગંભીરતાથી કેમ લેતાં નથી ?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY